દેશભરમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ઘણા નેતાઓ ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. હેલિકોપ્ટરની માંગ એટલી વધી ગઈ છે કે ફિલ્મ કલાકારો પણ તે મેળવી શકતા નથી.દેશમાં લોકસભા ચૂંટણી માટે રાજનેતાઓની હેલિકોપ્ટર દ્રારા પ્રચાર કરવાની માંગમાં ભારે વધારો થયો છે. સ્થિતિ એવી છે કે બોલિવૂડ અને ટોલીવુડથી લઈને કોર્પેારેટ હાઉસ સુધી દરેકને સરળતાથી હેલિકોપ્ટર મળી શકતું નથી. આ કારણોસર હેલિકોપ્ટરથી શૂટીંગના સીનને ચૂંટણી પછી સુધી સ્થગિત કરવામાં આવી રહ્યા છે.બમણા ભાવે પણ હેલિકોપ્ટર મળતા નથી. દેશના હેલિકોપ્ટર ઉધોગની એક ખાનગી કંપનીના એમડી વિશાલે કહ્યું કે માંગ એટલી છે કે અમે ઈચ્છવા છતાં પણ તેને પૂરી કરી શકતા નથી. દેશભરમાં ખાનગી કંપનીઓના ૭૦થી વધુ હેલિકોપ્ટર છે. બધા બુક થઈ ગયા છે. અગાઉ સિંગલ એન્જિનની કિંમત . ૬૦–૭૦ હજારથી . ૧ લાખ અને ડબલ એન્જિન માટે . ૧.૫ થી . ૨ લાખ સુધીની હતી.હવે તે ઓછામાં ઓછું બમણું થઈ ગયું છે. તે પણ યારે હેલિકોપ્ટર ઉપલબ્ધ હોય.
ફિલ્મ કલાકારોને પણ ચોપર નથી મળી રહ્યા
તાજેતરમાં જ નિર્દેશક–નિર્માતા રોહિત શેટ્ટીને રાજસ્થાનમાં ફિલ્મના સીન માટે હેલિકોપ્ટરની જરૂર હતી. તેમણે દેશભરમાં હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવતી લગભગ ૧૫ કંપનીઓ સાથે વાત કરી. પરંતુ તેઓને કયાંયથી હેલિકોપ્ટર મળ્યું ન હતું. પછી કોઈક રીતે તેમની કંપનીએ તેમને થોડા સમય માટે હેલિકોપ્ટર અપાવ્યું.જો કે હજુ સુધી તેમનું શૂટિંગ પૂર્ણ થયું નથી. જે હવે ચૂંટણી બાદ જ પૂર્ણ થશે. હેલિકોપ્ટર ઉધોગના અન્ય નિષ્ણાત રણજીતે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર માત્ર બોલિવૂડ અને ટોલીવુડ માટે જ નહીં, પરંતુ કોર્પેારેટ ગૃહો અને અન્ય વીઆઈપી માટે પણ ઉપલબ્ધ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech