ઉપલેટા પંથકમાં ભારે વરસાદ મગફળીના પાથરા તણાયા

  • October 21, 2024 11:34 AM 


ઉપલેટા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસ્યા બાદ ગઈકાલે વધુ ૨ થી ૬ ઈંચ વરસાદ વરસતા ખેડૂતોના પાકને ભારે નુકસાની થવા પામી હતી.  ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ ભારે વરસાદ વરસતા તાલુકાના ઢાંક ગામે બે કલાકમાં ૬ ઈંચ વરસાદ થતાં ગામમાં અને ખેતરોમાં પાણી પાણી થઈ ગયા હતા. ભારે પાણીને કારણે ખેડૂતોના ખેતરમાં પડેલી તૈયાર મગફળી પાણીમાં તણાઈ ગઈ હતી. જયારે નાગવદર ગામે સમઢીયાળા, કાથરોટામાં ચાર ઈંચ, રબારીકામાં ત્રણ ઈંચ, ભાંખમાં ૨ ઈંચ વરસાદ વરસતા ઉપલેટા પંથકમાં ૨ થી ૬ ઈંચ પાણી પડી જતાં ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. જયારે ગધેપર પાસે આવેલ વેણુ ડેમમાં પાણીની આવક થતાં ડેમના પાંચ દરવાજા અઢી ફત્પટ ખોલવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application