BREAKING NEWS

સુરત, નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર

  • June 30, 2026 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત અને નવસારીમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે ચોમાસાની વિધિવત શઆત થઈ ગઈ છે. જહાંગીરપુરા, અડાજન અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ પ્રથમ ધોધમાર વરસાદે જ સુરત મહાનગરપાલિકાનીપ્રિ–મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના ઉધના–નવસારી રોડ જેવા વ્યસ્ત માર્ગેા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રસ્તાઓ સરોવરમાં ફેરવાઈ ગયા છે.
સુરતના વરાછા ઈશ્વરકૃપા સોસાયટીમાં ભારે વરસાદના કારણે ઝાડ પડી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ વોર્ડ નં.૧૪ના કોર્પેારેટર અનિલ સોજીત્રા તથા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઝાડ હટાવી સ્થિતિ સામાન્ય બનાવી હતી.
સુરતમાં વહેલી સવારથી શ થયેલા ધોધમાર વરસાદના કારણે ઉધનાથી સચિન તરફ જતો સમગ્ર મુખ્ય માર્ગ આખેઆખો ભારે ટ્રાફિકજામની ચપેટમાં આવી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application