રાજકોટમાં બપોરે જોરદાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાયા

  • March 04, 2024 09:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને ઉત્તર ગુજરાતના અન્ય તાલુકાઓમાં માવઠું થયા પછી આજે બીજા દિવસે ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર્ર કચ્છના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. રાજકોટમાં આજે બપોરે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ એકાએક વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. ભેજવાળા કાળાડિબાગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું હતું અને ૧૧:૪૫ વાગ્યાની આસપાસ ધીમા ધીમા છાંટા પડવાનું શ થયા પછી ૧૨:૦૦ વાગ્યાથી જાણે ચોમાસુ શ થઈ ગયું હોય તેવો વરસાદ અડધો કલાક સુધી ચાલુ રહ્યો હતો.

એકધારા અડધો કલાક સુધી વરસેલા વરસાદના કારણે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા હતા. અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. વરસાદના કારણે વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા. રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો ૩૬ ડિગ્રી સુધી પહોંચી જવાને કારણે લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા. માવઠાને કારણે ગરમીમાં રાહત મળી છે પરંતુ હવે રોગચાળાનો ખતરો ઝળુબી રહ્યો છે. વરસાદની સાથોસાથ પવનની ગતિ પણ તેજ બની ગઈ હતી અને થોડી મિનિટો માટે મેઘગર્જના પણ સાંભળવા મળી હતી. વરસાદના કારણે બફારો વધી ગયો છે અને આકાશમાં હજુ ભેજવાળા વાદળો જોવા મળી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application