લખનઉમાં મુશળધાર વરસાદને કારણે યુપી વિધાનસભામાં ઘુસ્યા પાણી, CM યોગીને બીજા રસ્તે બહાર લાવવામાં આવ્યા, જુઓ વિડીયો

  • July 31, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​


ઉત્તર પ્રદેશના  લખનઉમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વિધાનસભા સત્રના ત્રીજા દિવસે મુશળધાર વરસાદે મુશ્કેલી વધારી દીધી છે. વરસાદનું પાણી વિધાનસભાના તળિયે પહોંચી ગયું હતું. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ભારે વરસાદની અસર યુપી રાજધાનીમાં સ્થિત વિધાનસભા સુધી પહોંચી છે. લખનઉ એસેમ્બલીનો ગ્રાઉન્ડ ફ્લોર વરસાદના પાણીથી સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે.





લખનૌમાં મુશળધાર વરસાદે શહેરવાસીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત તો આપી છે પરંતુ તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ચોમાસાના પ્રથમ વરસાદથી શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. વિધાનસભા પરિસર પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું છે. આ ઉપરાંત શહેરના નાળાઓની સફાઈની જવાબદારી સંભાળતી મહાનગર પાલિકાની મુખ્ય કચેરીની છત પણ વરસાદી પાણીના કારણે લીક થઈ ગઈ છે.


પાણી ભરાયા બાદ એસપી ધારાસભ્ય સ્કૂટર પર ઘરે ગયા


નિઝામાબાદના સપા ધારાસભ્ય આઝમગઢ આલમ બાદીને સ્કૂટર પર ઘરે જવું પડ્યું હતું. કેમકે તેમની કાર વરસાદ પછી પાણી ભરાઈ જવાથી ફસાઈ ગઈ હતી.


હવામાન વિભાગે આપી ભારે વરસાદની ચેતવણી


આ સાથે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી જાહેર કરી છે. વિભાગે વીજળી અને ભારે વરસાદને લઈને પણ ચેતવણી આપી છે. લખનઉના નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને જરૂરીયાત વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી હતી. હવામાન વિભાગે અસુરક્ષિત ઇમારતો અને વૃક્ષોના સંપર્કમાં ન આવવાની સલાહ પણ આપી છે.


યુપી વિધાનસભા સત્ર દરમિયાન મુશળધાર વરસાદથી વધી મુશ્કેલી


હાલમાં રાજ્યમાં યુપી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ગઈકાલે એટલે કે મંગળવારે રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2024-25નું પ્રથમ પૂરક બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું.


બજેટ રૂ. 12,909 કરોડનું છે. આ સિવાય સરકારે પેપર લીક અને લવ જેહાદ મુદ્દે કડક વલણ અપનાવ્યું અને નવો કાયદો રજૂ કર્યો જેને મંજૂરી પણ મળી ગઈ છે. હવે વિધાનસભા સત્રના ત્રીજા દિવસે મુશળધાર વરસાદે મુશ્કેલી વધારી દીધી છે. વરસાદનું પાણી વિધાનસભાનામાં પહોંચી ગયું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application