વલસાડ નવસારી તાપી સુરત પંચમહાલ જિલ્લામાં અનેક જગ્યાએ છેલ્લા 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. આ જિલ્લાઓમાં સરેરાશ અઢીથી છ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડમાં છ ઇંચ છે. કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના પારડીમાં સાડા ચાર વાપીમાં ચાર ઉમરગામમાં ચાર અને ધરમપુરમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે.
નવસારી જિલ્લાના ગણદેવીમાં સાડા પાંચ ખેરગ્રામમાં સાડા પાંચ ચીખલીમાં સાડા ચાર જલાલપુરમાં ચાર ઇચ પાણી પડ્યું છે. તાપી જિલ્લાના વ્યારામાં સાડા ત્રણ સોનગઢમાં ત્રણ ડોલવણ અને વાલોડમાં અઢી ઇંચ વરસાદ થયો છે. સુરતના મહુવામાં પોણા ત્રણ ઇંચ અને પંચમહાલ જિલ્લાના મોરવાહડફમાં પોણા ત્રણ ઇંચ વરસાદ થયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીના દરિયામાં ઓફ શોર ટ્રફ જોવા મળે છે. તેના કારણે આગામી તારીખ 16 અને 17 ના રોજ બે દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ બંને સિસ્ટમના કારણે આજે તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અમદાવાદ આણંદ નર્મદા ભરૂચ જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે.
ગુજરાત ઉપરાંત બિહાર અને આસામમાં પણ સાયકલોનીક સર્ક્યુલેશન જોવા મળે છે અને તેના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હજુ આગામી એકાદ સપ્તાહ સુધી વરસાદી માહોલ દેશભરમાં જળવાઈ રહે તેવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોમાઇનગર-૧ માં ગેરકાયદે ત્રણ મકાનોનું ડિમોલીશન
May 17, 2025 01:43 PMબેડીના માછીમાર સામે પરમીટ ભંગ કર્યાની ફરીયાદ દાખલ
May 17, 2025 01:39 PMજામનગરમાં ગળાફાંસો ખાઇ વૃઘ્ધે જીવાદોરી ટુંકાવી
May 17, 2025 01:37 PMગોપ નજીક બિમારીથી કંટાળી વૃઘ્ધે ટ્રેન હેઠળ પડતુ મુકયુ
May 17, 2025 01:36 PMલાખાબાવળમાં ગૌચરની જમીન પચાવી પાડતા ૩ સામે લેન્ડગ્રેબીંગ
May 17, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech