ભાવનગર, અરવલ્લી સહિત રાયના ૪૯ તાલુકામાં તોફાની પવન સાથે માવઠું વરસ્યું
ભાવનગર, અરવલ્લી સહિત રાયના ૪૯ તાલુકામાં તોફાની પવન સાથે માવઠું વરસ્યું
April 08, 2026 03:26 PM
ભાવનગર, અરવલ્લી સહિત રાયના ૪૯ તાલુકામાં તોફાની પવન સાથે માવઠું વરસ્યું..રાજકોટ માં ગઈકાલે બપોરથી રાયના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સૌરાષ્ટ્ર્રમાં ભાવનગર સહિત રાયના ૪૯ તાલુકામાં તોફાની પવન સાથે માવઠું થયું હતું. સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લામાં સાથંબામાં બે ઈંચ પડો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના બાયડ મોડાસા માલપુરા અને ધનસુરામાં પણ સામાન્ય જાપટા થી માંડી દોઢ ઈંચ વરસાદ થયો છે. ભાવનગર શહેરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. યારે ગુજરાતમાં અરવલ્લી ઉપરાંત ગાંધીનગર પંચમહાલ મહેસાણા સાબરકાંઠા દાહોદ મહિસાગર આણદં ભચ પાટણ વડોદરા ખેડા જિલ્લામાં પણ છૂટા છવાયા સ્થળોએ સામાન્ય જાપટા પડા હતા. ગઈકાલે સૌરાષ્ટ્ર્રમાં માવઠાની ખાસ અસર જોવા મળી ન હતી પરંતુ પવનની ગતિ પ્રતિ કલાક ના ૩૦થી ૪૦ કીલોમીટરની રહેવા પામી હતી. ધુળની ડમરી ઉડાડતા પવનો ફકાયા હતા.