જી.જી. હોસ્પિટલમાં ભારે બબાલ: બે મહિલા ઘાયલ, પથ્થરમારો-લાઠીચાર્જ

  • May 27, 2021 10:55 AM 

સફાઈકર્મીઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં અફડા-તફડી મચી: પોલીસ-સિક્યોરિટી દોડી જતાં ટોળું બેકાબૂ બન્યું: મહિલા લોકરક્ષક દ્વારા ટોળાં સામે નોંધાવાતી ફરિયાદ: બળપ્રયોગ કયર્નિો ટોળાંનો આક્ષેપ: ઉશ્કેરાટભયર્િ માહોલથી તંગદિલી બાદ મોડેથી સ્થિતિ થાળે પડી

જામનગરની જીજીની કોવિડ હૉસ્પિટલમાં ગઈકાલે સફાઈકર્મીઓ વચ્ચેની ઉગ્ર બોલાચાલી બાદ બબાલ થઈ હતી. અફડા-તફડી જેવો માહોલ સર્જાયો હતો, બનાવ અંગે સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ ટૂકડી દોડી ગઈ હતી. દરમિયાન ભારે દેકારો બોલી જતાં બે મહિલા ઘાયલ થઈ હતી. લાઠીચાર્જ અને પથ્થરમારો થયાંનું બહાર આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટૂકડી સ્થળ પર દોડી ગઈ હતી. દરમિયાનમાં મહિલા લોકરક્ષક દ્વારા કોવિડ હૉસ્પિટલ ખાતેની બબાલ અંગે 10થી 15 જેટલાં શખસોના ટોળાં સામે વિધિવત્ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ સિક્યોરિટી ગાર્ડ અને પોલીસે બળપ્રયોગ કયર્નિા આક્ષેપો કરવામાં આવ્યા હતાં. ગઈકાલે બપોરે કોવિડ બિલ્ડિંગ ખાતે બઘડાટી બોલતાં આ અંગેના વીડિયો ફૂટેજ વાયરલ થયાં હતાં. દરમિયાનમાં મોડેથી સ્થિતિ થાળે પડી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જીજીના કોવિડ હૉસ્પિટલમાં ગઈકાલે બપોરે સફાઈકર્મીઓ વચ્ચે કોઈ બાબતે ડખ્ખો થતાં દરમિયાનગીરી માટે સિક્યોરિટી અને પોલીસ ટૂકડી ત્યાં પહોંચી હતી. જો કે, મામલો શાંત પડવાના બદલે વધુ ઉગ્ર બન્યો હતો અને ધક્ક-મૂકકી, રકઝક વચ્ચે અફડા-તફડીનો માહોલ જોવા મળ્યો હતો. બે મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી હતી, એક મહિલાને લાકડી વાગતાં  લોહીલોહાણ હાલતમાં ત્યાં પડી ગઈ હતી જેથી વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસના બળપ્રયોગનો આક્ષેપ લગાવીને એક ટોળું એ પછી સિટી ‘બી’ ડિવિઝન ખાતે ધસી ગયું હતું. પોલીસ તથા સિક્યોરિટી સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. એવી પણ ચચર્િ ઉઠી હતી કે, એક સિક્યુરિટી મેને ગન કાઢી હતી અને પોલીસે લાકડી મારી હતી. આવા આક્ષેપો સાથે ભારે ચકચાર મચી ગઈ હતી. મોડેથી વાતાવરણ શાંત બન્યું હતું અને બીજી બાજુ ટોળાં સામે પોલીસે ફરિયાદ નોંધી હતી.
સિટી ‘બી’ ડિવિઝન ખાતે નોંધાયેલી ફરિયાદની વિગતો અનુસાર આઇ.પી.સી.કલમ-427, 323, 332, 337, 354, 186, 143, 147, 149 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ 51-બી તથા ધી પ્રિવેન્સન ઓફ ડેમીજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એક્ટ 1984 ના કાયદાની કલમ 3 મુજબ તે એવી રીતે કે આરોપીઓએ કોવીડ હોસ્પીટલમા ટીફીન દેવા બાબતે અંદરો-અંદર બોલાચાલી થતા પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે ગેર કાયદેસર મંડળી રચી હતી.

ફરીયાદીની તેમજ સાહેદોની હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમા કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જી.જી હોસ્પીટલ મેઇન કોવીડ 19 બીલ્ડીંગના એન્ટ્રી ગેઈટે ફરીયાદી પર નિર્લજ્જ હુમલો કરી દાખલ દર્દીઓ તેમજ તેમના સગા વ્હાલાઓને છુટા બ્લોકના ઘા કરવાથી ગંભીર ઇજા કરવાના ઇરાદાથી તેમજ ઓક્સિજન ટેંકમાં પથ્થરના ઘા કરવાથી મોટી જાનહાની થઇ સકે તેવુ જાણતા હોવા છતા તેમજ એમ્બ્યુલન્સ અને સબવાહીનીઓના અવર-જવરના રસ્તા ઉપર વાહનો પાર્ક કરવાથી દર્દીને સારવારમા વીલંબ થવાથી દર્દીનુ મોત નીપજી શકે તેવુ જાણતા હોવા છતાં વાહન પાર્ક કરી  દર્દી તેમજ તેના સગાઓને પથ્થરના છૂટ્ટા ઘા કરવાથી ગંભીર ઇજા થઇ શકે અને નુકસાન કરવાના ઇરાદાથી અમારી ઉપર તેમજ કોવીડ બીલ્ડીંગ તેમજ ઓક્સિજન ટેંક ઉપર પથ્થરના ઘા કરી ટોળાના માણસોએ સરકારી મીલકતને નુકશાન કરી ગુન્હો કર્યો હતો.

સિટી ‘બી’ ડિવિઝનના મહિલા લોકરક્ષક રેખાબેન દીનેશભાઈ દાફડાએ ઉપરોકત વિગત અનુસાર સાગર દીનેશ સોલંકી, આનંદ મગન રાઠોડ, મુકેશ દીનેશ સોલંકી, આકાશ સોમા સોલંકી, બીપિન રામજી સોલંકી તેમજ બીજા દસથી પંદર જેટલાં અજાણ્યા માણસો વિદ્ધ ફરિયાદ કરી હતી જેના આધારે સિટી ‘બી’ પીઆઈ કે.જે. ભોયે દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS