ટંકારા તાલુકા પંચાયતની ૧૫ સીટો માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે જંગ

  • February 27, 2021 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટંકારા તાલુકા પંચાયતની ૧૫ સીટો માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે જંગ  છે.અપક્ષ તથા અન્ય ઉમેદવારો કોનુ ભાવિ ઘડશે તે પરિણામ બતાવશે.ટંકારા તાલુકા ની ૧૫ બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાયેલ છે તેમાં ૧૫ સીટ માટે ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. ગત તાલુકા પંચાયત કોંગ્રેસની હતી.  આ ચૂંટણીમાં આપ ના ઉમેદવારો ઘુંનડા (ખાન),ટંકારા-૧, ટકારા- ૨ ,ટંકારા -૩ હરબટીયાળી , જબલપુર, નેકનામ સીટ  ઉપર ચૂંટણી લડે છે . બસપા ના ઉમેદવારો ઘુંનડા ( ખાન), હડમતીયા, ટંકારા -૧, નાના ખીજડીયા ઉપર ચૂંટણી લડે છે. 


અપક્ષ ઉમેદવારો ટંકારા -૧, ટંકારા -૨ ,ટંકારા- ૩ તથા  મીતાણા સીટ ઉપર ચૂંટણી લડે છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ લજાઈ-૧, લજાઈ-૨ નસિતપર ,  ઓટાળા,વિરવાવ બેઠક ઉપર છે.અપક્ષ ઉમેદવારોને પ્રજાનો કેવો ટેકો મળે છે તે જોવાનું રહે છે. અપક્ષ તથા બીજા પક્ષના ઉમેદવારો ભાજપ- કોંગ્રેસના વિજય માં ભાગ ભજવશે .


ભાજપે સાવડી બેઠક ઉપર બિન હરીફ વિજય મેળવી ભાજપની તાલુકા પંચાયત રચવાના શ્રી ગણેશ કરેલ છે. જીલ્લા પંચાયત સીટ ૧૦ લજાઈ કુલ મતદારો ૨૧,૪૪૫ , તથા૧૫ -ઓટાડા સીટમાં કુલ મતદારો ૨૧૬૦૩ તથા ૨૧ ટંકારા સીટમાં ૨૫૭૦૯ મતદારો છે. ટંકારા સીટમાં ભાજપ ના એડવોકેટ સંજયભાઈ ભાગ્યા અને સામે ટંકારા તાલુકા  ભુપેન્દ્રભાઈ  ગોધાણી કોંગ્રેસ માથી ચૂંટણી લડે છે .બંને વચ્ચે સામસામે જોરદાર ટક્કર થશે .ઉમેદવારોનું ભાવિ આવતીકાલે સાંજ સુધીમાં મતદાન પેટીમાં પુરાસે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS