જામનગરમાં ગરમીનો પ્રકોપ જારી : તાપમાન 39.5 ડીગ્રી

  • April 05, 2021 08:33 PM 

બપોરના 11 થી 5 દરમ્યાન આકાશમાંથી અંગારા વરસ્યા : સાંજે પવન નીકળતા રાહત : ગામડાના જનજીવન ઉપર ભારે અસર : હજુ ત્રણેક દિવસ હિટવેવની શકયતા

જામનગર સહિત સમગ્ર હાલારમાં ગરમીનો પ્રકોપ બેકાબુ બન્યો છે, બપોરના 11 થી દરમ્યાન કાળઝાળ લુ વરશી રહી છે, ત્રણ દિવસ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં હીટવેવની શકયતા છે, જામનગર સહિતના ગામડાઓમાં સાંજના થોડો પવન વધતા ગરમીમાં થોડી રાહત થઇ છે પરંતુ ગઇકાલે રાત્રે થોડી ઝાકળવષર્િ થઇ હતી અને આજ સવારથી ફરીથી ગરમીનો માહોલ શ થઇ ચુકયો છે, હાલારના જનજીવન ઉપર ઉનાળાની ભારે અસર થઇ છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 39.5 ડીગ્રી, ઓછામાં ઓછુ તાપમાન 13.5 ડીગ્રી, હવામાં ભેજ 90 ટકા, પવનની ગતી 25 થી 30 કીમી પ્રતી કલાક જોવા મળી હતી.

જામનગરમાં ગઇકાલથી ગરમી વધી છે, બપોરના 11 થી 5 દરમ્યાન લુ વરશી રહી છે, જો કે અન્ય શહેરો કરતા સાંજના ભાગમાં ઠંડક જોવા મળે છે ત્યારે ગઇકાલ કરતા ઠંડી વધી છે અને હવે તાપમાન 40 ડીગ્રીને નજીક પહોંચી ગયું છે ત્યારે આ તાપમાન હજુ એકાદ બે ડીગ્રી વધે તેવી શકયતા છે. ગામડાઓમાં ખેતરમાં કામ કરતા લોકોને ગરમીથી ભારે મુશ્કેલી પડી રહી છે, ગામડાના જનજીવન ઉપર પણ ભારે અસર થઇ છે.

આજે ભેજનું પ્રમાણ 90 ટકા થઇ જતા લોકો ગરમીમાં મહદઅંશે રાહત થવા પામી છે, ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ ધીરે ધીરે વધી રહયું છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે.

આજ સવારથી મહત્તમ તાપમાન વધી રહયું છે, બફારો શ થઇ ચુકયો છે, પ્રથમ વખત તાપમાન 39.5 ડીગ્રીએ પહોંચી ગયું છે, ગામડાઓમાં જનજીવન ઉપર અસર થઇ છે, શહેરમાં ખરીદી કરવા આવતા લોકો ઘટી ગયા છે, ત્યારે કોરોના પણ ગરમીમાં વધી રહયો છે તે ચિંતા પમાડે તેમ છે.

ગામડામાં બફારો વધતા જ લોકો શહેરમાં હટાણુ કરવાનું ટાળી રહયા છે અને સંખ્યા પણ ઘટી રહી છે અને બીજી તરફ ખેતરમાં મજુરીકામ કરતા લોકોને પણ લુ લાગી રહી છે એક તરફ કોરોનાનો ડંખ વધુ બેકાબુ બની રહયો છે ચારેકોર ચિંતાનો માહોલ સર્જાયો છે ત્યારે હજુ પણ વધુ ગરમી પડે તેવી શકયતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)