રાજકોટ ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની બસોમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે ટ્રાફિક ઘટી જતા દૈનિક આવકમાં .૧૦ લાખનું ગાબડું પડું છે. વિશેષમાં રાજકોટ એસટી બસપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ ઉનાળાના ધોમ ધખતા તાપને કારણે બપોરે ૧૨થી ચાર વચ્ચે મુસાફરોનો ટ્રાફિક ખૂબ ઘટી ગયો છે, યારે વ્હેલી સવાર અને રાત્રીની બસોમાં રાબેતા મુજબ ટ્રાફિક મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં રાજકોટ એસટી ડિવિઝનની દૈનિક સરેરાશ આવક .૭૦ લાખ આજુબાજુ થાય છે, યારે હાલ ટ્રાફિક ઘટતા પ્રતિ દિવસની આવક .૬૦ લાખ થઇ છે.દરમિયાન વિભાગીય નિયામકની કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી સાહમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે અને સ્કૂલ વેકેશન શ થશે. આ સમયગાળામાં સુરત તેમજ અન્ય ફરવાલાયક સ્થળો તેમજ જે ટ ઉપર વધુ ટ્રાફિક રહેતો હોય તેવા ટ ઉપર વેકેશન એકસટ્રા બસો દોડાવાશે...