જામનગરમાં ગરમી વધી : તાપમાન 37.5 ડીગ્રી

  • April 02, 2021 10:06 PM 

ગઇકાલ કરતા 2.5 ડીગ્રી તાપમાન ઉંચકાતા લોકો ગરમીથી અકળાયા : આવતીકાલથી ત્રણ દિવસ સુધી તાપમાન વધશે તેવી હવામાન ખાતાની આગાહી

જામનગર સહિત સમગ્ર હાલારમાં ત્રણેક દિવસ સુધી ઠંડો પવન ફુંકાતા લોકોને રાહત થઇ હતી, ગઇકાલે ફરીથી મહત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે અને ફરીથી તાપમાન અઢી ડીગ્રી વધી 37.5 ડીગ્રી થઇ ગયું છે, આગામી ત્રણ દિવસ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વધુ ગરમી પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 37.5 ડીગ્રી, ઓછામાં ઓછુ તાપમાન 20.5 ડીગ્રી, હવામાં ભેજ 78 ટકા, પવનની ગતી 20 થી 25 કીમી પ્રતી કલાક જોવા મળી હતી.
જામનગરમાં ગઇકાલથી ગરમી વધી છે, બપોરના 11 થી 5 દરમ્યાન લુ વરશી રહી છે, જો કે અન્ય શહેરો કરતા સાંજના ભાગમાં ઠંડક જોવા મળે છે ત્યારે ગઇકાલ કરતા ઠંડી વધી છે અને હવે તાપમાન 40 ડીગ્રીને પાર કરી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, ગામડાઓમાં ખેતરમાં કામ કરતા લોકોને ગરમીથી ભારે મુશ્કેલી પડી રહી છે, ગામડાના જનજીવન ઉપર પણ ભારે અસર થઇ છે.
આજે ભેજનું પ્રમાણ 78 ટકા થઇ જતા લોકો ગરમીમાં મહદઅંશે રાહત થવા પામી છે, ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ ધીરે ધીરે વધી રહયું છે.
કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે.
રાજયના હવામાન ખાતાએ કેટલાક જીલ્લાઓમાં હીટવેવ થશે તેવી આગાહી કરીછે, એટલુ જ નહીં તાપમાન 40 ડીગ્રીને પાર કરી જશે તેવુ પણ કહયું છે જો કે હવામાં ભેજ ઘટતા થોડી રાહત થઇ છે પરંતુ સવારથી ગામડાઓમાં પણ ગરમીનો દોર શ થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS