ભેજવાળા વાતાવરણ અને ધુમ્મસના કારણે બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં એક થી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયા પછી ભેજનું પ્રમાણ ઘટી ગયું છે અને તેના કારણે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. મહત્તમ તાપમાનમાં ફરી એક થી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે અને આગામી દિવસોમાં પણ હવે ગરમી વધશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. શુક્રવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 36.3 ડિગ્રી નોંધાયું હતું.
પોરબંદરમાં 35.1 કંડલામાં 35 અને ડાંગમાં 35.3 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. ભુજમાં 34 નલિયામાં 32.6 ભાવનગરમાં 33.2 ડીગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 ડિગ્રી નીચે તાપમાન હતું તે પણ વધી ગયું છે. દ્વારકામાં 30.5 ઓખામાં 30.6 વેરાવળમાં 30.9 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે.
અમદાવાદમાં 33.7 ડીસામાં 34.1 ગાંધીનગરમાં 33.4 વડોદરામાં 33.8 અને સુરતમાં 34.4 ડિગ્રી મહત્તમ તાપમાન શુક્રવારે રહેવા પામ્યું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ કશ્મીર લદાખ હિમાલયન રીજીયન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર આસામ મેઘાલય મણીપુર નાગાલેન્ડ મિઝોરમ અંદામાન નિકોબાર સહિત દેશમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી તારીખ 24 ના રોજ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા પછી વરસાદની ગતિવિધિઓમાં અનેક રાજ્યોનો સમાવેશ થશે. તારીખ 24 પછી વાતાવરણમાં ફેરફારની મોટી શક્યતા નિહાળવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ના કાલાવડ રોડ પર ખીરસરા નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર પર થાંભલા સાથે ટકરાઈ
May 15, 2025 09:22 AMAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech