ગુજરાત,કોકણ, ગોવા કેરલા અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી માટેનું એલર્ટ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યું છે. આઈએમડીના બુલેટિનમાં જણાવ્યા મુજબ કોંકણ ગોવા કેરલા અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં હિટ વેવની પણ શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ભેજવાળું અને વધારે પડતી ગરમી વાળું રહેશે અને તેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 36.2 ભાવનગરમાં 35.2 ભુજમાં 36 દમણમાં 37.4 દીવ માં 33.7 દ્વારકામાં 34.4 જામનગરમાં 34.6 કંડલામાં 34.8 નલિયામાં 35.6 પોરબંદરમાં 36.5 સુરતમાં 37.8 અને વેરાવળમાં 33.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ગરમીનું જોર વધશે અને તેના કારણે અકડામણ તથા બેચેનીનો અનુભવ લોકોને થશે.
જમ્મુ કાશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન આસામ મેઘાલય અરુણાચલ નાગાલેન્ડ મિઝોરમ અને અંદામાન નિકોબાર ટાપુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમના કારણે વરસાદ પડી રહ્યો છે. પરંતુ તે સિવાયના દેશના મોટાભાગના વિસ્તાર રાજ્યોમાં ગરમીનું જોર વધી ગયું છે.
ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહ્યું છે. અમદાવાદમાં 34.9 વડોદરામાં 35 ડાંગમાં 38 રાજકોટમાં 36.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech