યુનિ.ના કોપી કેસમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓ માટે ૯મીએ હિયરિંગ

  • October 07, 2024 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા જુલાઈ - ઓગસ્ટ માસમાં લેવાયેલી પરીક્ષામાં કોપી કેસમાં ઝડપાયેલા વિદ્યાર્થીઓના હિયરિંગ માટે કાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૯ ઓક્ટોબરને બુધવારે કરવામાં આવ્યું છે.
એમ. કે.ભાવનગર યુનિવર્સિટીની જુલાઈ - ઓગસ્ટ ૨૯૨૪ દરમિયાન લેવાયેલી બાહ્ય અભ્યાસક્રમ અને અન્ય પરીક્ષાઓ દરમિયાન જે વિદ્યાર્થીઓ સામે કોપી કેસ થયા છે તેઓને હિયરિંગની એક તક આપવામાં આવે છે તે મુજબ હીયરિંગનું સમયપત્રક તારીખ ૯ ઓગસ્ટ ને બુધવારે સવારે ૧૧.૩૦ કલાકે નક્કી કરવામાં આવ્યું છે. જેમાં કોપી કેસ નંબર ૧ થી ૩૫ને હાજર રહેવાનું થશે. આ પરીક્ષાની સમગ્ર હિયરિંગની વિગતો વિદ્યાર્થીના નામ, તેના બેઠક નંબર અને વર્ષ- સેમેસ્ટરની યાદી યુનિવર્સિટીની વેબસાઈટ ૂૂૂ.ળસબવફદીક્ષશ. યમી.શક્ષ પર મૂકવામાં આવી છે જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવા અને જે તે વિદ્યાર્થીઓને ફાળવેલા સમય પ્રમાણે ઉપસ્થિત રહેવા કાર્યકારી કુલ સચિવે  તાકીદ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application