આજથી આરોગ્ય કર્મચારીઓની અચોકકસ મુદતની હડતાલ

  • March 17, 2025 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પંચાયતના વર્ગ–૩ના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા અચોક્કસ મુદત હડતાલ ઉપર આજ થી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.
પંચાયતના આરોગ્ય કર્મચારીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર તાલુકા અને જિલ્લ ા તેમજ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તાલુકા અને જિલ્લ ાકક્ષાના હડતાલ ઉપર ઉતરવાથી ઓનલાઇન તેમજ ઓફલાઇન તમામ આરોગ્ય કામગીરી અટકી પડી છે.
ગુજરાત રાય આરોગ્ય કર્મચારી મહાસગં દ્રારા આપવામાં આવેલા એલાનના પગલે આજે ગાંધીનગર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે રાયના તમામ જિલ્લ ા મથક પર કર્મચારીઓએ પ્રદર્શન કયુ હતું. સાતમી માર્ચે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યેા હતો. છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આજથી ચોક્કસ મુદતની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે
છેલ્લ ા પાંચેક વર્ષથી જિલ્લ ા પંચાયતના વર્ગ–૩ના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલ માટે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી છે. છતાં કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાની દિશામાં કોઇ જ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નહી આવતા કર્મચારીઓમાં નારાજગી યથાવત રહેવા પામી છે.  જોકે દર વખતે કર્મચારીઓ વિરોધ કરે ત્યારે પ્રશ્નો ઉકેલનું આશ્વાસનની લોલીપોપ આપવામાં આવે છે.બાદ થોડા સમય પછી કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલની વાત અભરાઇએ ચડાવી દેવામાં આવે છે. ત્યારે આવી સ્થિતિને પગલે પંચાયતના વર્ગ–૩ના આરોગ્ય કર્મચારીઓની ધીરજ ખૂટી પડતા પૂન: વિરોધનું બ્યુગલ ફુકયું છે. જે અંતર્ગત જિલ્લ ા પંચાયતના વર્ગ–૩ના આરોગ્ય કર્મચારીઓએ આરોગ્યની તમામ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરવાનું એલાન રાય આરોગ્ય કર્મચારી મહાસંઘે કયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application