ભાવનગરના નાની રાજસ્થળીમાં વિવિધ બિમારીના લક્ષણો ધરાવતા શ્રમીક વર્ગના કુટુંબજનોના તમામને આરોગ્યની સેવા આપવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી કુમારના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાની રાજસ્થળી ખાતે નવા બિલ્ડીંગના બાંધકામની મુલાકાત કરવામાં આવેલ હતી. તે દરમ્યાન બિલ્ડીંગના બાંધકામ સ્થળ પર કામ કરતા શ્રમીક વર્ગમાં એક બાળકને ખઢખઙજ (ગાળ પચોળા) ના લક્ષણો જોવા મળ્યા હતા. જે ધ્યાને આવતા અધિકારી દ્વારા આરોગ્ય ટીમને સુચના આપી સત્વરે તમામની આરોગ્ય તપાસ કરાવડાવામાં આવેલ હતી. જેમાં કુલ ૩૪ વ્યક્તિની આરોગ્ય તપાસ કરવામાં આવેલ હતી. તેમાંથી આરોગ્ય તબીબની સલાહ મુજબ જરૂરી રીપોર્ટ કરવામાં આવેલ હતા. જેમાંથી ૯ લોકોના હિમોગ્લોબીન, ૩ લોકોના છઇજ અને ૩ લોકોના ઇજ રજ્ઞિ ખઙ કરવામાં આવેલ હતા. આ આરોગ્ય તપાસમાં ૪ શરદીના, ૧ ખઢખઙજ (ગાળ પચોળા) ના, ૩ તાવના, ૧ ઉલ્ટીના કેસ જોવા મળેલ હતો.
ઉલ્લેખનીય છે કે જિલ્લાના આરોગ્ય અધિકારીની તપાસ દરમ્યાન જોવા મળેલ બિમારીના લક્ષણો ધરાવતા શ્રમીક વર્ગના કુટુંબજનોમાં વડીલથી માંડી બાળકોને આવરી લઈ તમામને આરોગ્યની સેવા આપવામાં આવી હતી. જેથી તમામને કામના સ્થળે જ આરોગ્ય સેવા મળી રહી હતી. આ સાથે સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા ઝહેમત ઉઠાવી આવી ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech