હેલ્થ પરમીટના નામે ઉઘાડી લુંટ : રાજકોટમાં હેલ્થ પરમીટધારકો મેદાને, આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે કરશે આંદોલન

  • April 06, 2023 01:20 PM 

ગાંધીના ગુજરાતમાં આઝાદીના સમયથી દારૂબંધી છે. આખા દેશમાં એકમાત્ર આપણા રાજ્યમાં દારૂબંધી છે અને માત્રને માત્ર આરોગ્યને લગતી સમસ્યા હોય તો જ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા હેલ્થ પરમીટ આપવામાં આવે છે. આ હેલ્થ પરમીટ કઢાવવા માંગતા દર્દીને સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનનો અભિપ્રાય આપવો ફરજિયાત છે. જેથી સિવિલ સર્જનનો અભિપ્રાય લેવા જનાર દર્દી પાસે સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના નામે ડોનેશન લેવામાં આવે છે અને પછી જ હેલ્થ પરમીટ માટે અભિપ્રાય આપવામાં આવે છે. અત્યાર સુધી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હેલ્થ પરમીટ કઢાવવા માગતા દર્દી પાસેથી રૂપિયા 3થી 5 હજાર ડોનેશન લેવામાં આવતું હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી આ ડોનેશનમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે અને સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ તમામ નીતિ નિયમો નવે મૂકીને પોતાની સત્તાનો દુરઉપયોગ કરી કાયદાની જોગવાઈ ન હોવા છતાં હેલ્થ પરમીટ કઢાવવા રૂપિયા 45 હજાર અને ચાર વર્ષ માટે 4 યુનિટની પરમીટ કઢાવવા માંગતા દર્દીઓ પાસેથી રૂ.80 હજાર ડોનેશન ફરજિયાત ઉઘરાવવામાં આવી રહ્યું છે. 

સિવિલ હોસ્પિટલના સતાધીશોનું આ કૃત્ય કાયદાની જોગવાઈ વિરુદ્ધનું હોવાથી આ ઉંઘાડી લુંટ બંધ કરાવવા રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. 


રાજકોટ સિવાય રાજ્યના એક પણ જિલ્લામાં આ પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં ડોનેશન ઉઘરાવવામાં આવતું નથી. તેમજ જો આ બાબતે દિવસ 15માં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application