આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારોને સરકાર દ્વારા રુા.૧૦લાખ સુધીની આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે
સંકલ્પએ સફળતા માટેનું પ્રથમ પગથિયું છે. કોઈપણ કાર્ય કરવા માટે દ્રઢ સંકલ્પ અને સુચારું આયોજન કરવામાં આવે તો ન માત્ર સફળતા પરંતુ સમૃદ્ધિના દ્વાર પણ ખૂલે છે અને દેશના લોકો માટે સમૃદ્ધિના દ્વાર ખોલનાર કદમ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. જામનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ ૨૪ નવેમ્બર ૨૦૨૩થી થયો હતો. ત્યારથી અત્યારસુધી જામનગર જિલ્લામાં ૩૯૦૧૮ લાભાર્થીઓને આરોગ્ય કવચ મળ્યું છે.
ભારતમાં વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજનાનો પરિણામલક્ષી અમલ થયો છે. નાગરિકોને સારામાં સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વર્ષ ૨૦૧૮માં પ્રારંભ થયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓને પરિવાર દીઠ રૂ.૫ લાખની આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે. કેન્દ્ર સરકાર ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા વધારાના રૂ.૫ લાખ મળીને લાભાર્થીઓને કુલ રૂ.૧૦ લાખની વીમા સહાય આ યોજના હેઠળ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધી ૧.૯૫ કરોડથી વધુ લાભાર્થીઓને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી જ ૩૯૦૧૮ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત પ્રાયમરી, સેક્ધડરી તેમજ ટર્શરી બીમારીની કુલ ૨૭૧૧ નિયત કરેલી પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની સારવાર મળે છે.આ યોજના હેઠળ હ્રદય, કિડની, મગજ, ડાયાલિસીસ, કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં યોજનાનો લાભ મળવાથી દર્દીના આયુષ્યમાં વધારો થયો છે. યોજના અંતર્ગત કુલ ૨૭૨૯ હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ છે. આમ ગુજરાત નિરામય બને, શ્રેષ્ઠ સારવાર સુવિધાઓ નાગરિકોને મળે અને તેઓ નીરોગી બને તે માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. વિશ્વના સૌથી મોટા આરોગ્ય વીમાકવચ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી રાજ્યના ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારોની ચિંતા દૂર કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech