શહેરમાં 59 થી વધુ તમાકુ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરી નોટિસ પાઠવી 10,800 ના દંડની સ્થળ પર વસૂલાત
જામનગર શહેરમાં તમાકુથી થતા રોગ સામે જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અને 59 જેટલા તમાકુ વિક્રેતાઓ ને ત્યાં નિયમ ના ભંગ બદલ ચેકિંગ કરીને 10,800 ના દંડ ની વસુલાત કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા તા.23-09-24 થી તા.22-11-2024 નાં સમયગાળા દરમ્યાન ટોબેકો ફ્રી યુથ. કેમ્પાઇન અંતર્ગત તમાકુનાં ઉપયોગથી થતી મહામારી અટકાવવા અને રાજ્ય તમાકું નિયંત્રણ અધિનિયમનાં અમલીકરણ માટે જામનગરમાં આરોગ્ય અધિકારી ડો.એચ.કે. ગોરીના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં વોર્ડ વાઈઝ કામગીરી કરવામાં આવી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખાની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા જામનગર શહેર પોલીસ સ્ટાફ, જામનગર જીલ્લા પંચાયતના સહયોગથી તા.15/10/24 થી તા. 05/11/2024 દરમ્યાન વોર્ડ નંબર 1 થી 8 નાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી પાન-મસાલાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કુલ 59 આસામીઓને નોટીસ પાઠવેલ અને શિક્ષાત્મક દંડનીય કામગીરી કરવામાં આવી હતી, જેમાં કુલ રૂપિયા 10,800નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના લગત આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર, લગત આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઈઝર, જિલ્લા કાઉન્સેલર નઝમાબેન હાલા તેમજ જામનગર શહેરનો પોલીસ સ્ટાફ હાજર રહયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech