એક ૧૬ વર્ષની દીકરી હિર..ડોકટર બનવાનું સપનું જોઈ રહી હતી અને તે રાહ પર ચાલી નીકળી હતી પરંતુ તેની હસ્તરેખામાં નિયતિએ કંઈક અલગ જ લખ્યું હશે, હજુ તો ધોરણ ૧૦માં ૯૯ પી.આર સાથે સમગ્ર જિલ્લામાં ટોપરમાં સ્થાન મેળવવાની ખુશી મેળવે તે પહેલા જ તેની આખં સદાય માટે બધં થઈ ગઈ, જીવનના અંતિમ શ્વાસ સાથે દેહદાન થકી સમાજ માટે પ્રેરક વ્યકિતત્વની અમિટ છાપ છોડી ગઈ.
અંગદાનની પ્રવૃત્તિમાં રાજકોટમાં આજે એક ઐતિહાસિક કિસ્સો બની ગયો જો કે આ બનાવ દુ:ખદ સાથે સમાજ માટે પ્રેરણાદાય પણ બન્યો છે. સોળ વરસની હિર પ્રફુલભાઈ ઘેટિયાનું બ્રેઇન હેમરેજથી નિધન થતાં લાડકવાયી દીકરીની વિદાયનો વ્રજઘાત હોવાં છતાં હૃદય પર પથ્થર મૂકીને તેનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ માટીમાં ભળી જાય તેના બદલે દેહદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો અને અંગદાનની તમામ પ્રક્રિયા બાદ સુપેડી મેડીકલ કોલેજ ને દેહદાન માટે પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો.
સમાજમાં ઘણીવાર એવું જોવા મળે છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને માનવતાવાદી કાર્યને લોકો પ્રાધાન્ય આપતા હોય છે. આવો જ એક કિસ્સો હીર ઘેટીયાનો છે. હીર ઘેટીયા જેની ઉંમર વર્ષ ૧૬ હતી. આજથી એક મહિના પહેલા બ્રેઈન હેમરેજ થયું હતું અને તે માટે મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેની તબિયત સારી થતા હોસ્પિટલમાંથી રજા આપી, ઘરે મોકલવામાં આવી હતી પરંતુ ઘરે ગયા પછી તેણે અચાનક શ્વાસ અને હૃદયની તકલીફ થતા તાત્કાલિક ફરી હોસ્પિટલે લઇ આવવામાં આવી અને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડોકટર દ્રારા મગજના એમઆરઆઈ રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે, હિરને મગજનો ૮૦થી ૯૦ ટકા ભાગ કામ ન હોતો કરતો જેથી આઈસીયુમાં દાખલ કરી અને સઘન સારવાર આપવામાં આવી હતી પરંતુ ડોકટર અને સગા વાલાઓની અથાગ મહેનત પછી પણ દર્દીની તબિયતમાં કોઈ સુધારો ન જણાતા દર્દીનું તારીખ ૧૫મેના રોજ અવસાન થયું. નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા–પિતા દ્રારા ખૂબ જ કઠિન એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લેવામાં લઇ સમાજ ને પ્રેરણા રૂપ દાખલો બેસાડો હતો. કુમારી હીર અભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતી અને આ વર્ષે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી અને તાજેતરમાં જ તેનું પરીક્ષાનું પરિણામ ખુબ જ સરસ ૯૯.૭૦ રેન્કિંગ આવ્યું છે. કુમારી હીરનું સ્વપન ડોકટર બનવાનું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech