પડધરીમાં નશામાં ધૂત બે શખસોએ બીસીએના વિધાર્થીનો ઘર સુધી પીછો કર્યેા હતો. બાદમાં આ શખસોએ યુવાનની પિતાની હાજરીમાં કહ્યું હતું કે, તે ચાર અકસ્માત કર્યા છે. એકના પૈસા દેવાના બાકી છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પડધરીમાં આવેલી પારસ સોસાયટીમાં રહેતાં ત્વિજભાઇ ચેતનભાઈ પાલા (ઉ.વ.૨૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કેતન ગગજી ડોડીયા અને વિમલ નાથા ડોડીયા (રહે. બંને પડધરી) નું નામ આપી જણાવ્યું હતું કે, તે બી.સી.એ.ના પ્રથમ સેમીસ્ટરમાં અભ્યાસ કરે છે. ગઇ તા. ૨૩૦૧૨૦૨૬ ના સાંજના આઠેક વાગ્યે પડધરી જામનગર હાઇવે પર આવેલ ક્રિસ્ટલ સ્કુલે સ્વાધ્યાય પરીવારની યુવા કેન્દ્રની મીટિંગ હોવાથી કાર લઇ ઘરેથી ત્યાં ગયેલ અને યુવા કેન્દ્રની મીટિંગ પુર્ણ કરી રાત્રીના સાડા દસેક વાગ્યે ઘરે જવા નીકળેલ તે દરમ્યાન એક એકટીવા ચાલક ગાડીનો પીછો કરતો હતો. યુવક પડધરી ગીતાનગરના પાટીયા પાસે આવેલ ખોડીયાર હોટલ પાસે પહોચતા કાર આગળ એક એકટિવા ચાલકે ઓવરટેક કરી તેમને ઉભો રાખવાનો ઇસારો કરતા યુવાને કાર ઉભી રાખવાના બદલે ઘર તરફ જવા દીધી હતી.
આ એકિટવા ચાલક કાર પાછળ આવતા હતા જેથી ચાલુ કારના કાચ નજીક આવી કાચને ખખડાવી કારને ઉભી રખાવવાનુ કહેતા ગાડી ચલાવી જલદી ઘર પાસે પહોંચતા યુવકે તેના પપ્પાને ફોન કરી કહેલ કે, જલદી બહાર આવો બે લોકો મારી ગાડી પાસે ઉભા છે, જેથી તેના પપ્પા ઘરની બહાર આવતા તરત જ આ બંન્ને વ્યકતીને યુવકના પિતા ઓળખી ગયેલ જેમા એક વ્યકિત કેતનભાઇ ડોડીયા તથા બીજો વિમલ ડોડીયા હોય જેમા યુવકના પપ્પાએ કેતનને કહેલ કે શુ થયુ તો આ કેતન ઉશ્કેરાઇ જઇ મોટા મોટા અવાજથી કહેવા લાગેલ કે, તમારો છોકરો કેટલા એકસીડન્ટ કરે છે, તે તમને ખબર છે, તેની ગાડીની સ્પીડ બહત્પ વધારે છે તેમ કહેતા યુવકના પપ્પાએ કહેલ કે, મને ખબર નથી.
તેમજ કેતનએ કહેલ કે, ચાર એકસીડન્ટ કરેલ છે, જેમા એક દોલુભાઈ રજપુત સાથે, બીજુ રામપર ગામે, ત્રીજુ શીવશકિત હોટલ પાસે અને ચોથુ શેઠ નગર રાજકોટ પાસે કરેલ છે. જેથી તેમના પપ્પાએ એકસીડન્ટ બાબતે પુછતા યુવકે કહેલ કે, અગાઉ દોલુભાઇ સાથે એક એકિસડન્ટ થયેલ છે બીજા એકસીડન્ટ થયેલ નથી તેમ કહેતા આ બન્ને લોકો જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને માર મારવાની ધમકી આપી તને સવારે જોઇ લઇસ તથા હત્પ પ્રેસમા છુ અને અગાઉ દોલુભાઇ સાથે એકસીડન્ટ થયેલ તેના પૈસા બાકી છે તે આપી દે જે એમ કહી આ બન્ને લોકો જોર જોરથી રાડો નાખતા હતા અને આ બન્ને લોકો દા પિધેલ હાલતમા હતા. દરમિયાન અહીં લોકો એકત્ર થઇ જતા આ બંને શખસો નાસી ગયા હતાં. બાદમાં યુવાને આ અંગે ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application