ભૂખ્યા રહેવાથી ઈસુ મળશે કહીને ૨૦૦ને ભૂખે માર્યા

  • May 16, 2023 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્યામાં ૨૦૦થી વધુ લોકોની લાશ મળી: માલિંદીના એક જંગલમાં કબ્રસ્તાનમાંથી મળેલી સંખ્યાબધં લાશો ડરામણી કહાણીની સાક્ષી પૂરે છે: એક ટેકસી ડ્રાઈવર સાથે ૨૬ લોકોની ધરપકડ




કેન્યામાં એક શખસ પહેલા ટેકસી ડ્રાઈવર બન્યો, પછી તે ટીવી પર આવીને િસ્તી ધર્મની વાત કરવા લાગ્યો. આ શખસે પોતાનો એટલો બધો પ્રભાવ ઊભો કર્યેા કે, લોકો તેના કહેવા પર ભૂખ્યા રહીને મરવા માટે તૈયાર થઈ ગયા હતા. તે પછી જે થયું તે એક સત્ય ડરામણી કહાણી છે, જે ધાર્મિક આઝાદી સામે સવાલ ઉઠાવે છે. વિકટર કોડ જે દેશમાં નાગરિકોના અધિકારો માટે કામ કરે છે, તેમણે આ ડરામણી કહાણી અંગે જણાવ્યું છે. કેન્યાના માલિંદીના એક જંગલમાં કબ્રસ્તાનમાંથી મળેલી ૨૦૦થી વધુ લાશો તેની સાક્ષી પુરાવે છે. વિકટર ઈચ્છતા હતા કે, ભૂખ્યા રહીને ઈસા મસીહને મળવાની ઈચ્છા રાખતા આ લોકોનો જીવ કોઈ રીતે બચી જાય.





વિકટર ગત દિવસોમાં શાકાહોલા જંગલમાં ગયા હતા અને આ જંગલ આજકાલ ચર્ચામાં છે. આ જંગલ એક પાદરીના ઉપદેશ આપ્યા બાદ સામૂહિક હત્યા અને જીવ લેવાની જગ્યા બની ગયું. શનિવાર સુધી આ જગ્યાથી ૨૨ એવા મૃતદેહો મળ્યા, જે માટીમાં દબાયેલા હતા. પોલીસનું માનવું છે કે, તેમાંથી મોટાભાગના શબ હિંદ મહાસાગરની નજીક આવેલા માલિંદીથી મળ્યા છે. આ લાશો પોલ નથેંગ મેકેન્ઝીના અનુયાયીઓની છે. મેકેન્ઝી એક ટેકસી ડ્રાઈવર હતો અને તેણે જ આ લોકોને મરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેણે આ લોકોને કહ્યું હતું કે, જો ભૂખ્યા રહેશો તો તેમને જીસસને મળવાની તક મળશે. અત્યાર સુધીમાં આ જગ્યાએથી ૧૦૦થી વધુ લાશ બહાર કાઢવામાં આવી ચૂકી છે. કોસ્ટલ એરિયા કમિશનર રોડા ઓન્યાન્ચાએ વધુ લાશો મળવાની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, મેકેન્ઝી અને એક ગેંગની સાથે ૨૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોને જ આટલી બધી મોતો માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. આ ગેંગએ એ બાબતનું ધ્યાન રાખતી હતી કે, કોઈપણ આ લોકોના ઉપવાસને તોડી ન શકે અને આ લોકો જીવતા જંગલ છોડીને ભાગી ન જાય. લોકોનું મોત ભૂખના કારણે થયું છે, પરંતુ સરકારી અધિકારી જોહાન્સન ઓડુઓર મુજબ કેટલાક લોકોને ગળે ટૂંપો પણ અપાયો અને કેટલાકનું મોત શ્વાસ ંધાવાથી થયું છે. મૃતકોમાં કેટલાક બાળકો પણ સામેલ છે. જે લોકોના મોત થયા છે, તેમના પરિવારજનો હવે આ જંગલમાંથી લાશોને ખોદીને બહાર કાઢી રહ્યા છે.




મેકેન્ઝીએ પોતાના અનુયાયીઓને જણાવ્યું હતું કે, આ રીતે જો ભૂખ્યા રહીને મરશો તો સીધા સ્વર્ગ જશો. કેન્યાના મીડિયામાં તેને શાકાહોલા નરસંહાર તરીકે જણાવાઈ રહ્યું છે. એ વાત ચોંકાવનારી છે કે, કઈ રીતે આટલા બધા લોકોએ ભૂખ્યા રહીને મોતને વહાલું કયુ. આ ઘટના સામે આવ્યા બાદ કેન્યામાં ધાર્મિક આઝાદી સામે પણ સવાલ ઉઠવા લાગ્યા છે. લોકોએ પંથના નેતૃત્વ તરફથી આદેશ મળ્યા બાદ પોતાનું માથું પણ મૂંડાવી નાખ્યું હતું. આ મામલાએ કેન્યાના લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પ્રેસિડન્ટ વિલિયમ ટોએ મોતોની તપાસ માટે એક કમિટી બનાવવાનું અને ધાર્મિક સંસ્થાઓને નિયંત્રિત કરતા નિયમોની સમીક્ષા કરવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application