જામનગરમાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા હવન ઑન વ્હીલ્સનું ભવ્ય આયોજન

  • May 15, 2021 10:57 AM 

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ અને જામનગર ગાયત્રી શક્તિપીઠ દ્વારા કોરોના મહામારીને નિયંત્રિત કરવાના પ્રયાસના ભાગરૃપે વૈજ્ઞાનિક રીતે સ્વીકારાયેલી યજ્ઞ પ્રક્રિયા દ્વારા વાતાવરણ શુદ્ધિકરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરને ત્રણ રૃટોમાં વિભાજીત કરી તા. 18 ના સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન ચાર ટ્રેક્ટર (દરેક ટ્રેક્ટરમાં બે-બે હવન કૂંડ અને દરેક ટ્રેક્ટરમાં ચાર કાર્યકતર્)િ માં હવન કરીને પરિભ્રમણ કરવામાં આવશે.

રૃટ નં. 1 માં ગાયત્રી શક્તિપીઠ, ઓશવાલ, સાત રસ્તા, વાલકેશ્વરી, સત્યસાંઈ, જોગસપાર્ક, ડી.કે.વી. સર્કલ, જી.જી. હોસ્પિટલ, જયંત સોસાયટી, જુની પોલીસ લાઈન પાસેથી રામેશ્વર મંદિર, કે.પી. શાહ વાડી, રામેશ્વર મંદિર, વિકાસ ગૃહ, પટેલ કોલોની મેઈ રોડ, મચ્છરનગર, ગાંધીનગર, રેલવે સ્ટેશનથી પંચવટી, પારસ સોસાયટી, કેતન સોસાયટી, શરૃ સેક્શન પોલીસ હેડ ક્વાર્ટર, ગાયત્રી શક્તિપીઠ અને રૃટ નં. ર માં ગાયત્રી શક્તિપીઠ, ઓશવાલ, કામદાર, રણજીતનગર પટેલ સમાજ, જોલી બંગલો, દિગ્વિજય પ્લોટ ચોકી, ખંભાળિયાનાકા, કિશાનચોક, પવનચક્કી, સાધના કોલોની, ઈવા પાર્ક, નંદનવન પાર્ક, પટેલ પાર્ક, પવનચક્કી, દિગ્વિજય પ્લોટ ચોકી, જોલી બંગલો, મિગ કોલોની, એસ.ટી., સાત રસ્તા, ઓશવાલ, ગાયત્રી શક્તિપીઠ તથગા રૃટ નં. 3 માં ગાયત્રી શક્તિપીઠ ન્યુ કામદાર, ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ, આવાસ, ગોકુલનગર, કૃષ્ણનગર, એમ્યુઝમેન્ટ પાર્ક, પ્રગતિ પાર્ક, જનતા સોસાયટી, કામદાર કોલોની, ગાયત્રી શક્તિપીઠનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્કય્રમ દરમિયાન કોવિડ-19 ના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS