હાથરસ ગેંગરેપ : મોત પહેલા પીડિતાએ કહ્યું હતું કે....

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાથરસ મામલામાં યુપી સરકારની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આ દુષ્કર્મ ઘટનામાં પોલિસનું નિવેદન ચૌંકાવનારુ છે. લો અને ઓર્ડરના એડીજીનું કહેવું હતું કે પીડિતાનો રેપ થયો હોય એ બાબતની ખાતરી થઈ નથી. પરંતુ પીડિતાના નિવેદનનો એક વીડિયો સામેઆવ્યો છે, જે પોલિસના આ નિવેદન પર સવાલ ઉઠાવે છે. વિડિયોમાં પીડિતા કહી રહી છે કે તેના પર બળાત્કાર કરવામાં આવ્યો છે.

 

આ વિડિયોમાં પીડિતા કહી રહી છે કે, ‘એક મહિના પહેલા પણ મારો રેપ કરવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે હું બચી ગઈ હતી. રવિ(આરોપી) ફોન ઉપર કહી રહ્યો હતો પરંતુ કશુ થયુ નોહતું. ત્યારે તે ભાગી ગયો હતો. તે બંને હતા. બાકી બધા મમ્મીને જોઇને ભાગી ગયા હતા. મમ્મીએ મોઢામાં પાણી નાખ્યું અને પુછ્યું શું થયું?’

 

પીડિતાના આ નિવેદન બાદ યુપી પોલિસ સવાલોના ઘેરામાં આવે છે.. એડીજી પ્રશાંત કુમારે પોસ્ટમોર્ટમના રીપોર્ટનો આધાર લેતા કહ્યું હતુ કે રીપોર્ટમાં દુષ્કર્મની ખાતરી થઈ નથી. આ બાબતના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વિડિયો અને પત્રકારો સાથે પોલિસનું વર્તન અનેક વિચાર કરવા મજબુર કરતું હોય એમ લાગે છે. જો કે આશા તો પીડિતાને ન્યાય મળે એવી જ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application