હર્ષિત રાણા દુલીપ ટ્રોફી 2024માં ઈન્ડિયા D તરફથી રમી રહ્યો છે. અહીં હર્ષિતે એ જ કામ કર્યું જેના કારણે તેને IPL 2024માં દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ફટકાર્યા બાદ પણ હર્ષિત અટક્યો નહી. દુલીપ ટ્રોફીમાં હર્ષિતે ઈન્ડિયા સીના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સામે એવી હરકત કરી કે જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હર્ષિતે IPLની જેમ દુલીપ ટ્રોફીમાં ફ્લાઈંગ કિસ આપી હતી. IPL 2024માં હર્ષિત રાણાએ મયંક અગ્રવાલને આઉટ કર્યા બાદ તેને ફ્લાઈંગ કિસ કરી હતી, જેના માટે હર્ષિતને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હવે હર્ષિતે રુતુરાજ ગાયકવાડને ફ્લાઈંગ કિસ આપી હતી.
બોલિંગમાં શાનદાર પ્રદર્શન
ઈન્ડિયા સી અને ઈન્ડિયા ડી વચ્ચે રમાઈ રહેલી મેચના પહેલા દિવસે હર્ષિતે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. હર્ષિતે 7 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 2 વિકેટ લીધી હતી. સૌથી રસપ્રદ વાત એ હતી કે હર્ષિતે 7માંથી 5 મેડન ઓવર ફેંકી હતી. તેણે માત્ર 13 રન જ આપ્યા હતા. હર્ષિત સૌથી સફળ બોલર રહ્યો હતો. હર્ષિત ઉપરાંત અક્ષર પટેલે પણ 2 વિકેટ ઝડપી હતી. જોકે અક્ષરે 6 ઓવરમાં 16 રન આપ્યા હતા.
પ્રથમ દિવસે સ્પર્ધાની સ્થિતિ
ઈન્ડિયા સી અને ઈન્ડિયા ડી વચ્ચે રમાઈ રહેલી મેચનો પ્રથમ દિવસ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની ઈન્ડિયા ડી 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ જવાબમાં પ્રથમ દાવમાં ઉતરેલી ઈન્ડિયા સીએ દિવસના અંતે 91/4 રન બનાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોરેન્સ બિશ્નોઈને મોકલું? : સલમાન ખાનના પિતા સલીમ ખાનને બુરખો પહેરેલી મહિલાએ આપી ધમકી
September 19, 2024 06:30 PMઝાંસીના ખેડૂત માટે વરસાદ બન્યો આફત, જિલ્લા પ્રશાસને આપી મોટી રાહત
September 19, 2024 06:25 PMઘર, પૈસા, કપડાં,અનાજ બધું સળગાવી દીધું, હવે કેવી રીતે જીવીશું? નવાદા આગ પીડિતોએ ઠાલવી વ્યથા
September 19, 2024 06:17 PMચેતી જજો...બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત સર્જાવાની સંભાવના, આ વિસ્તારોમાં થશે અસર
September 19, 2024 06:12 PMહવે ગૂગલ ખોલી નાખશે સિક્રેટ, જણાવી દેશે કે તમારો ફોટો AI જનરેટેડ છે કે રિયલ
September 19, 2024 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech