BREAKING NEWS

હાર્બર મરીન પોલીસે ૭૯ હજારના પાંચ મોબાઈલ શોધીને આપ્યા પરત

  • November 12, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

"તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો:નાગરિકોએ પોલીસનો માન્યો આભાર



પોરબંદરના દરિયાઈ પટ્ટી પરના હાર્બર મરીન પોલીસ મથક દ્વારા ગુમ થયેલા ૭૯૦૦૦ ના પાંચ મોબાઈલ ફોન શોધીને તેના માલિકને પરત કરવામાં આવ્યા હતા.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરાક્ષક  નિલેષ જાજડીયા તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા અને મુળ માલિકને સોપવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  સુરજીત મહેડુની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે "તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામા આવેલ હતો.જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર  એસ.ડી.સાળુંકે તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા અને મુળ માલીકોને સુપ્રત કરવા જેમા હાર્બર મરીન પોલીસ ટેકનીકલ સોર્સના આધારે "સી.ઈ.આઈ.આર. પોર્ટલ વેબસાઈટની મદદથી ટ્રેકીંગમાં મુકી સી.ઈ.આઈ.આર. પોર્ટલમાં સતત મોનીટરીંગ કરી ગુમ થયેલ મોબાઇલ ફોન ટ્રેસ કરી શોધી કાઢવામાં આવેલ છે,જેમાં મોબાઈલ ફોન-૫ જેની કિં.‚ા. ૭૯,૦૦૦ મુદામાલ "તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકોને પરત સોપવામાં આવેલ છે.
આ કામગીરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર  એસ.ડી.સાળુંકે, અર્બન હેડ કોન્સ્ટેબલ પરબતભાઈ નારણભાઇ બંધીયા,રાહુલકુમાર પુંજાભાઇ ધારેચા,વુમન એ.એસ.આઈ. વી.એ.કેશવાલા તથા આઇ.ટી. એકસપર્ટ આર.જી.ગોઢાણીયા દ્વારા કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application