ગુજરાત લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત પછી ભારતીય જનતા પાર્ટીમાં શ થયેલા કકળાટને કાબુમાં લેવા આજે મુખ્યમંત્રી નિવાસ્થાને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ રાજય મંત્રી તેમજ સાબરકાંઠા અને અરવલ્લ ી ભાજપના હોદ્દેદારો ધારાસભ્ય સહિતના આગેવાનો ને હાજર રહેવા ગઈકાલે ફરમાન કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપમાં કકળાટ ચાલી રહ્યો છે. દેશની મોટી અને સર્વેાપરી પાર્ટી તેમજ શિસ્ત બધં પાર્ટી માં હોબાળો કકળાટ પ્રદર્શન અને ખાનગી રહે ચાલતી બેઠકોને લઈને ભાજપમાં સબ સલામત નો દાવો પોકળ સાબિત થયો રહ્યો છે ગુજરાતમાં પીએમ મોદી અમિત શાહ છોડીને ભાજપમાં આજે આવી રહેલા બદલાવને લઈને લગભગ સાત થી આઠ લોકસભા બેઠક પર હોબાળા ની સ્થિતિ સર્જાય છે ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા માટે નિષ્ફળ ગયા છે .
સૌરાષ્ટ્ર્ર સહિત સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના દેખાવો માંડ માંડ થાળે પડા છે સંગઠન મંત્રી રત્નાકર દ્રારા ૨૬ લોકસભા બેઠકમાં ઉમેદવારો અને જિલ્લ ા પ્રમુખ સાથે વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતીને તેમાં સ્પષ્ટ્ર સૂચના આપવામાં આવી હતી કે રાયમાં હાલની પરિસ્થિતિમાં તમામ ઉમેદવારો અને જિલ્લ ા પ્રમુખ કોઈપણ પ્રકારની વિવાદિત અને પક્ષને નુકસાન પહોંચાડે તેવી ટીપ્પણીથી દૂર રહેવું અને મીડિયાથી અંતર જાળવે ઉમેદવારે મીડિયા સમક્ષ કઈં જ બોલવાનું નથી.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ડેમેજ કંટ્રોલ કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે એક સાંધે ત્યાં ૧૩ તૂટે તેવી સ્થિતિ ઊભી થઈ છે ગુજરાતમાં વડોદરા આણદં બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ જુનાગઢ અને રાજકોટમાં વિવાદ સમવાનું નામ લેતા નથી આજે અમરેલીના ભાજપના સાંસદે પોતાનુ વ્યકત કર્યા હતો કે પેટા ચૂંટણીમાં વિજાપુરમાં આયાત ઉમેદવાર સી જે ચાવડા થી ભાજપના સ્થાનિક નેતાઓ હેન્ડલ થઈ નથી રહ્યા.
જૂનાગઢ અગ્રણી અશ્વિન મણિયારએ પત્ર લખ્યો
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ઘણી જગ્યાઓ ઉપર ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ઉમેદવારો બદલાયા છતાં સાબરકાંઠા જેવી બેઠક ઉપર ભાજપના લોકસભાના ઉમેદવાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે જુનાગઢમાં લોકસભાના ભાજપના ઉમેદવારને લઈને નવો વિવાદ સામે આવી રહ્યો છે.
જુનાગઢ બેઠક ઉપરથી ભાજપ દ્રારા લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ હવે તેમના સામે જુનાગઢ ભાજપમાંથી જ વિરોધના સૂર રેલાઈ રહ્યા છે. જુનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધ કરવા અર્થે હવે જુનાગઢ ભાજપના એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને એક પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં જૂનાગઢ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજુઆત કરી છે.
આ તમામ બાબતોને લઈને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ્થાને મહત્વની બેઠકનું આયોજન આજે વહેલી સવારે કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલે સાંજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગૃહ રાય મંત્રી હર્ષ સંઘવીએ છ કલાક સુધી સંગઠનના આગેવાનો સાથે જિલ્લ ા પંચાયતના સભ્યો ધારાસભ્યો પૂર્વ અને વર્તમાન ઉમેદવારોને અલગ અલગ રીતે મળીને સમગ્ર પરિસ્થિતિનો કયાસ મેળવ્યો હતો અને સૌની નારાજગી દૂર કરવા સમજાવ્યા હતા.
જોકે ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા ને બદલવા માટેનો સુર ઉઠો છે આને પગલે હવે ડેમેજ કંટ્રોલ કવાયત આખરી ચરણમાં આજે શ થઈ છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ્થાને તમામ આગેવાનોની આજે ફરી બેઠક મળી રહી છે ત્યારબાદ સાબરકાંઠા લોકસભા બેઠક માટેની ચિત્ર સ્પષ્ટ થશે બીજી તરફ જિલ્લ લોકસભા મત વિસ્તારના પ્રવાસના ભાગપે ચોથી એપ્રિલ પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટી સાબરકાંઠા ના પ્રવાસે જશે.
આ સિવાય સ્થાનિક કક્ષાએ ચાલતા વિવિધ પ્રશ્નોને લઈને પણ આજે પરામર્શ કરવામાં આવશે નારાજ અગ્રણીઓને બનાવવાનો પ્રયાસ પ્રયાસ કરાશે આમ આજે મુખ્યમંત્રીની વાત સ્થાને શરૂ થયેલી સાબરકાંઠા અરવલ્લ ી ભાજપના હોદેદારો ધારાસભ્ય સહિતના આગેવાનોને હાજર રાખવામાં આવ્યા હતા. આ સિવાય સૌરાષ્ટ્ર્રની કેટલીક બેઠકો પર સીધી જ વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech