શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી વિતરણ નહી થતા નગરજનો હેરાન પરેશાન

  • May 29, 2021 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


પોરબંદરને પાણી પુરુ પાડતા બંને ડેમમાં વિશાળ જળરાશી હોવા છતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી વિતરણ નહી થતા નગરજનો હેરાન પરેશાન બની ગયા છે. અને પાલીકાનું તંત્ર યોગ્ય આયોજન ગોઠવે તેવી માંગણી પ્રબળ બની છે. 
પોરબંદર શહેર અને જીલ્લા ઉપર છેલ્લા ત્રણેક વર્ષથી મેધરાજાની સારી એવી મહેર થાય છે. જેના કારણે પોરબંદરવાસીઓને પીવાના પાણીની સમસ્યામાંથી મુકિત મળી છે. ગતવર્ષે પણ ખુબ જ સારો વરસાદ થતા પોરબંદરને પાણી પુરુ પાડતા અને બરડા ડુંગર મઘ્યે આવેલા ફોદાળા અને ખંભાળા ડેમ છલકાય ગયા હતાં. જેના કારણે પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ છાંયા અને કુતીયાણાને બે વર્ષ કરતા વધુ સમય સુધી પાણી પુરુ પાડી શકાય તેટલી જળરાશીનો સંચય થયો હતો. તે ઉપરાંત પોરબંદરને નર્મદાના પાણી પણ અવારનવાર મળી રહ્યા છે. 
આમ છતાં છેલ્લા 1પ દિવસથી પોરબંદર શહેરમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. મહત્વની વાત એ છે કે, માત્ર બે દિવસ પુરતુ નગરપાલીકા દ્વારા અપુરતુ પાણી આપવાનુ હતુ તેના બદલે છેલ્લા એક અઠવાડીયાથી પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીવાનુ પાણી પુરુ પાડવામાં આવ્યુ નથી જેના કારણે લોકોમાં દેકારો બની ગયો છે. પાણીના બેડા માટે મહીલાઓ રઝળપાટ કરી રહી છે. શહેરના જયુબેલી, બોખીરા, નારાયણ નગર, રીલાયન્સ પેટ્રોલપંપ વિસ્તાર, ખાપટ, વોરાવાડ, ભોયવાડા, સલાટવાડા, ખારવાવડ સહીત મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યુ નથી રજુઆત કરવામાં આવે ત્યારે એવુ જણાવી દેવાઇ છે કે, ‘ઉપરથી પાણી આવતુ નથી’ ત્યારે ઉનાળામાં પાણી માટે ટળવળતા પોરબંદરવાસીઓને મદદપ બનવા નગરપાલીકાના તંત્રએ તાત્કાલીક કાર્યવાહી કરવી જરી બની જાય છે. શહેરીજનો માં હવે ઉનાળાની ગરમીમાં ઉકળાટ વધી રહ્યો છે. કારણ કે વારંવારની રજુઆત કરવા છતાં નગરપાલીકાનું તંત્ર પુરતુ પાણી આપી શકતુ નથી. 
આમ પોરબંદર શહેરમાં લોકો પીવાના પાણીની સમસ્યાથી ધેરાઇ ગયા છે. તેથી પાલીકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ શહેરીજનોની આ પીડાને તાત્કાલીક દુર કરવી જોઇએ. 
પાણીના વિતરણ માટેનું ટાઇમ-ટેબલ ફીકસ કરવું જરી
પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીના વિતરણ માટે નગરપાલીકાનું તંત્ર ટાઇમટેબલ ગોઠવ્યા વગર ગમે ત્યારે પાણી આપતુ હોવાની પણ ફરીયાદ ઉઠે છે. શહેરના મેમણવાડા સહીત વીરડી પ્લોટ વિસ્તારમાં 4-પ દિવસે 1 વખત પાણી અપાય છે અને તેનો પણ યોગ્ય સમય હોતો નથી. ગમે ત્યારે પાણી આવે છે તેથી લોકોને એ પણ ખ્યાલ આવતો નથી કે પાણી વિતરણ થઇ રહ્યુ છે. લીબર્ટી પોલીસ લાઇન નજીકના વિસ્તારોમાં કયારેક સવારના પ-30 થી 6-00 વાગ્યે પાણી અપાય છે તો કયારેક પાણી વિતરણ થતુ જ નથી જેના કારણે મહીલાઓ યુવતીઓ સવાર સવારના હેરાન પરેશાન થાય છે. 
નર્મદામાંથી આવતી લાઇનમાં અનેક વખત બ્રેકેજ
પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયાએ જણાવ્યું હતું કે, બન્ને ડેમમાંથી પોરબંદર શહેરને પાણી પુ પાડવામાં આવે છે તેમાં નવી પાઇપલાઇન નાખવાની કામગીરી અનુસંધાને પાણી ઓછું અને અનિયમિત મળતું હતું જે આગામી દિવસોમાં સમસ્યા દુર થશે અને નિયમિત પાણી મળશે તેમજ નર્મદામાંથી આવતી લાઇનમાં પણ 7 થી 8 વખત બે્રેકજ થયું હતું અને તેથી રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્‌યું હોવાથી પાણીની વ્યવસ્થા ખોરવાઇ હતી જે ફરી વખત રેગ્યુલર થઇ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS