BREAKING NEWS

જામનગર : ખંભાળિયા ગેઇટ નજીક યુવતિની પજવણી

  • November 29, 2025 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક યૂવતીનો પીછો કરી ઈશારા કરનાર જામનગરના ફૂલીયા હનુમાન મંદિર પાસે રહેતા રાજ દેવશીભાઈ માતંગ સામે પોલીસે ગુનો નોધ્યો છે, જે અંગે ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ એમ. કે. બ્લોચ તપાસ ચલાવી રહ્યા છે.


ફરિયાદી યુવતી તેના પિતા સાથે ગઈકાલે ખંભાળીયા ગેઇટ નજીક આવેલા સ્ટુડીયે ગઇ હતી દરમ્યાન યુવતીનો પીછો કરીને આરોપી તેની પાસે આવીને ઊભો રહ્યો હતો, અને પાછળથી ઈશારાઓથી પજવણી કરી હતી આ અંગે યુવતિએ ઘરમાં વાત કરતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો. 
​​​​​​​

અત્રે એ ઉલ્લેખનીય છે કે ફરિયાદી યુવતીની માતાએ અગાઉ આરોપી વિરૂધ ફરિયાદ નોંધાવી હતી, જે કોર્ટમાં કેસ હાલ ચાલી રહ્યો છે. જેના મન દુ:ખના કારણે આરોપી યુવતીનો પીછો કરી રહ્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application