વડોદરામાં ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ થયેલી ગમખ્વાર દુર્ઘટના હજી ભૂલાતી નથી.હરણી તળાવમાં એક બોટમાં ૨૩ વિદ્યાર્થી અને ૪ શિક્ષકો બેઠા હતા. તળાવના મધ્યમાં જ અચાનક બોટ પલટી મારી ગઈ અને બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબી ગયા હતા. જો કે કેટલાકને તો બહાર કાઢી લેવાયા હતા.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ દોડી આવી હતી અને ૧૩ બાળકોને સલામત રીતે બહાર કઢાયા હતાં.આ સમગ્ર ઘટનાને લઈ અત્યાર સુધી ૨૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,તો ૪૩૩ લોકોના નિવેદન નોંધાયા છે.આ સમગ્ર ઘટનામાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકના મોત થયા હતાં.
આ ગોઝારી ઘટનામાં પોલીસ કમિશનર દ્વારા સીટ ની રચના કરવામાં આવી હતી. ઘટનાની તલસ્પર્શી તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં ત્રણ ડીસીપી, એક એસીપી બે પીઆઈ તથા એક પીએસઆઈનો સમાવેશ કરાયો હતો. આ દુર્ઘટના મામલે હરણી પોલીસ પાસેથી તપાસ લઈને સીટને સોંપવામાં આવી હતી.જેમા એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું.આગળના ભાગે બાળકો વધુ બેસાડયાં હતા જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઇ ગઇ હતી.
વડોદરા જિલ્લા કલેકટરે હરણી બોટ દુર્ઘટના કેસનો રિપોર્ટ તૈયાર કરી દીધો હતો.રીપોર્ટ તૈયાર કરતા ૧૯ દિવસ જેટલો સમય લાગ્યો હતો. સરકારે ૧૦ દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો. અને સમગ્ર રીપોર્ટ રાજયસરકારમાં રજૂ કરાયો હતો.વડોદરા જિલ્લા કલેકટરે તૈયાર કરેલા રિપોર્ટ બાદ બોટકાંડ પાછળના અસલી ચહેરાનો પર્દાફાશ થયો હતો.સમગ્ર કેસના મુખ્ય આરોપી દીપેન શાહ અને ધર્મીલ શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ અને એફએસએલના રિપોર્ટમાં અનેક ખુલાસા સામે આવ્યા હતા. જેમાં જાણવા મળ્યુ હતું કે, હરણી તળાવમાં બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સાથે તપાસમાં સામે આવ્યું છે કે, એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું.
નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. આગળના ભાગે બાળકો બેસાડયાં હતા જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech