આગામી ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાનારી હર ઘર તિરંગા યાત્રાના આયોજન અંગેની બેઠક કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટરે રાજકોટના નાગરિકોમાં દેશદાઝની ભાવના ઉજાગર થાય તેવું આયોજન કરવા અનુરોધ કર્યેા હતો. તિરંગા યાત્રામાં શાળાના બાળકો દેશભકિત પ્રદર્શિત કરતી વેશભૂષા ધારણ કરે, માનવ સાંકળની રચના, ચિત્ર–નિબંધ–રંગોળી સ્પર્ધા, ઢોલ અને છત્રી સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થાય, તે સુનિશ્ચિત કરવા કલેકટરે જણાવ્યું હતું. લેગ કોડની જોગવાઇનું ચુસ્તપણે પાલન થાય, નાગરિકો ભાતીગળ પહેરવેશમાં ઉપસ્થિત રહે, તથા રાજકોટ જિલ્લ ાના અને શહેરના વધુમા વધુ નાગરિકો આ યાત્રામાં સામેલ થાય, તેવું આયોજન કરવા કલેકટરએ સૂચના આપી હતી. બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ ઉપસ્થિતોને આવકાર્યા હતા. અને ૧૩થી ૧૫ ઓકટોબર દરમિયાન યોજાનારી હર ઘર તિરંગા યાત્રા અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. ગ્રામ્ય વિસ્તારો, સરકારી કચેરીઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા, સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળી ઓ, ઔધોગિક એકમો, એ.પી.એમ.સી., ઘર, દુકાન તથા અન્ય વિસ્તારોમાં વધુમાં વધુ સ્થળોએ ત્રિરંગો લહેરાવી શકાય, તે અંગેની વ્યવસ્થા ગોઠવવા નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ ઉપસ્થિતોને સૂચના આપી હતી. રાષ્ટ્ર્રધ્વજની આમન્યા જળવાય તથા પુરા સન્માન સાથે ત્રિરંગો મહત્તમ જગ્યાઓએ લહેરાય, તેવું આયોજન કરવા પણ ગાંધીએ વિશેષ ભાર મૂકયો હતો. આ બેઠકમાં જિલ્લ ા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, પોલીસ અધિક્ષક જયપાલ સિંહ રાઠોડ, જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, નગરપાલિકાઓના વિભાગીય નિયામક ઈલાબેન ચૌહાણ, નાયબ જિલ્લ ા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, એસ.ટી.ના વિભાગીય નિયામક કલોતરા, જિલ્લ ા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, જિલ્લ ા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ખપેડ, પ્રોગ્રામ ઓફીસર સાવિત્રી નાથજી સહિતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યારે જિલ્લ ાના પ્રાંત અધિકારીઓ તથા વિવિધ તાલુકાઓના મામલતદારો, ચીફ ઓફિસર્સ, તાલુકા વિકાસ અધિકારીઓ ઓનલાઇન જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech