જામજોધપુરમાં આરંભાયેલા આમરણાંત ઉપવાસનો સુખદ અંત

  • July 17, 2021 01:18 PM 

તંત્રએ 90 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની આપી ખાત્રી

જામજોધપુરમાં વિવિધ પ્રશ્ર્ને વિવેકભાઇ વિઝુંડા તથા ગોરધનભાઇ પુંજાભાઇ નામના યુષવરાલનો કચેરી પાસે આમરણાંત ઉપવાસ પર બેસેલ આ આંદોલનમાં બીજા દિવસે હરેશ ચીત્રોડા તેમજ સાગર સીંગરેખીયા નામના વધુ બે યુવાનો જોડાયેલ. આ ઉપવાસ આંદોલનને લઇ વિવિધ બાબતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલજીભાઇ વિજુંડાએ મઘ્યસ્થી કરી વિવિધ પ્રશ્ર્નોની નગરપાલિકા સાથે ચચર્િ કરી જેમાં અનુસુચીત જાતિ વિસ્તારમાં સફાઇ અંગે વિશેષ ઘ્‌યાન આપવા તથા રીંગ રોડ અંગે હાલની માલિકીની જમીન આપેલી છે.

આ બાબત નીતી વિષયક હોય આ અંગે ત્વરીત રીંગ રોડ આગળ વધારવા માટે જરી કાર્યવાહી કરવામાં આવશે અને વાંચનાલયનું જરી રિનોવેશનનું કામ આગામી દિવસોમાં કરવામાં આવશે તેમ જ સ્પીડબ્રેકર અંગે 10 દિવસમાં યોગ્ય કરાશે તેમજ કોમન પ્લોટ અંગે સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય નિર્ણય થશે.

આ બધી બાબતો નગરપાલિકાએ લેખિતમાં સ્વીકારી 90 દિવસમાં સંતોષકાર રીતે સંતોષવા જરી કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેવી લેખિતમાં ખાત્રી મળતા અગ્રણી રવિભાઇ સીહોરા અને ઉપવાસીના પિતાના હસ્તે વોર્ડ નં.7ના કોર્પોરેટર મનસુખભાઇ મકવાણા, અગ્રણી અશોકભાઇ પરમાર તથા નગરપાલિકાના હેડ કલાર્ક અમીતભાઇ મહેતા સહીત આગેવાનોની ઉપસ્થિતિમાં પારણા કરાવતા આ ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS