BREAKING NEWS

બર્થડે મુબારક, હવે રાજીનામું આપી દો:અભિજીત દીપકે મંત્રીને લખ્યો સંદેશ

  • June 26, 2026 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેપર લીક મામલે સતત વિરોધ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટીનો વિરોધ છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યો છે. સીજેપીના સ્થાપક અભિજીત દિપકે જંતર મંતર પરથી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતો સંદેશ લખ્યો. જેમાં લખ્યું કે બર્થડે ની શુભકામનાઓ, આ સાથે જે બર્થડે ગીટ મોકલું છુ તે રાજીનામાં પત્રમાં સહી કરીને કે અંગુઠાનું નિશાન કરીને પાછો મોકલી આપો. કોકરોચ જનતા પાર્ટી કહે છે કે શિક્ષણ મંત્રી રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
અભિજીત દિપકેએ સોશિયલ મીડિયા પર આ સંબંધિત એક વીડિયો પોસ્ટ કર્યેા. વ્હાઇટબોર્ડ પર સંદેશ લખ્યા પછી, સીજેપીના સ્થાપકે કહ્યું, ધર્મેન્દ્ર પ્રધાન, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. કૃપા કરીને રાજીનામું આપો. જન્મદિવસની ભેટ તરીકે, અમે તમને રાજીનામું પત્ર મોકલી રહ્યા છીએ. તમારે ફકત તેના પર તમારા અંગૂઠાની છાપ મૂકવાની છે. અહી જણાવી દઈએ કે ૨૬ જૂને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો જન્મદિવસ છે.નીટ પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અંગે અભિજીત દિપકે દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિપકે શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગ કરી છે. તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. છેલ્લા છ દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ છે.દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનના પાંચમા દિવસે, દીપકે કોકરોચ જનતા પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટસને બ્લોક કરવા અંગે સરકારને સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે અધિકારીઓએ આ કાર્યવાહી પાછળની માહિતી આપવાનો ઇનકાર કર્યેા. તેમણે કહ્યું, જો બધું ગુ રાખવામાં આવી રહ્યું છે, તો  પરીક્ષાને ગુ કેમ ન રાખી શકાય? તેમણે ઉમેયુ, જો પેપર લીક ન થયું હોત, તો ઘણા વિધાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો ન હોત. દીપકે કહ્યું, અમે કરદાતા છીએ, અમારા માતા–પિતા કરદાતા છે, અને અમને આતંકવાદી કહેવામાં આવી રહ્યા છે. શું આ શરમજનક નથી?




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application