BREAKING NEWS

જામનગર : ઉઘડતી બજારે હાપા યાર્ડમાં ૪૦૦ થી વધુ વાહનોના થપ્પા

  • December 08, 2025 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે સોમવારે ઉઘડતી બજારે ગત રાત્રીથી જ ૪૦૦થી વધુ વાહનોના થપ્પા લાગી ગયા હતા, જેમાં સૌથી વધુ આવક મગફળીની થવા પામી છે, આજે ૩૦ હજાર ગુણી માંડવી ઠલવાતા હાપા યાર્ડ મગફળથી છલોછલ થઇ જવા પામ્યુ હતું અને મગફળીની આવકને આજથી થંભાવી દેવામાં આવી છે.


સપ્તાહના અંતીમ દિવસ શનિવારે કુલ જણસ ૬૮૭૫ ગુણીની થવા પામી હતી, જે ૪૮૨ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી અને ૮૬૨૨ ગુણી જણસ વેચાણી હતી, કુલ ૧૭૫૮૫ મણ જણસ નોંધાઇ હતી.


સૌથી વધુ આવક કપાસ ૩૯૪૬ ભારી ઠલવાઇ હતી, જયારે સૌથી વધુ ભાવ પર દ્રષ્ટીપાત કરીએ તો જીરૂનો બોલાયો હતો જે ૩૨૦૦ થી ૩૯૯૦ હતો, જયારે સૌથી ઓછો ભાવ રાબેતા મુજબ કસ્તુરીનો રહયો હતો જે ૪૦ થી ૧૨૫ મણના બોલાયા હતા.

અન્ય જણસના ભાવોની વાત કરીએ તો બાજરી ૩૫૦-૪૭૦, ઘઉં ૪૭૦-૫૩૧, અડદ ૯૫૫-૧૧૫૫, તુુવેર ૫૦૦-૮૮૦, ચોરી ૨૦૦ થી ૪૦૦, ચણા ૮૯૦ થી ૧૦૮૦, ચણા સફેદ ૧૧૦૦-૧૭૧૫, મગફળી જીણી ૧૦૦૦-૧૨૬૦, જાડી ૯૦૦ થી ૧૨૦૫, ૬૬ નંબર ૧૦૦૦ થી ૧૩૦૦, ૯ નંબર ૧૧૦૦ થી ૧૩૯૦, એરંડા ૧૧૫૦ થી ૧૩૧૦, તલી ૧૯૦૦ થી ૨૨૫૦, લસણ ૬૫૦ થી ૧૩૦૦, કપાસ ૧૦૦૦ થી ૧૫૫૫, જીરૂ ૩૨૦૦ થી ૩૯૯૦, અજમાની ભુસી ૭૦ થી ૧૫૬૦, ધાણા, ૧૪૦૦ થી ૧૮૨૫, મરચા ૯૦૦  થી ૩૭૫૦, સોયાબીન ૭૦૦ થી ૮૯૦, રાજમા ૯૦૦ થી ૧૦૫૫ બોલાયા હતા.


એક સપ્તાહના બ્રેક બાદ આજે મગફળીની ધુમ આવક થવા પામી હતી, જેમાં ૪૦૦ થી વધુ વાહનોમાં ૩૦ હજાર ગુણી યાર્ડમાં ઠલવાઇ હતી, શનિવારે  ૯ નંબરની મગફળીના ૧૧૦૦ થી ૧૩૯૦ સુધીના ભાવ બોલાયા હતા તેમ હાપા યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application