હાપા યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી તા. 8 મી જુલાઇએ યોજાશે

  • June 30, 2021 11:04 AM 

ચૂંટણી અધિકારી દ્વારા પરીપત્ર જાહેર કરાયો: ચૂંટણી પ્રક્રિયા યાર્ડની ઓફીસમાં જ કરાશે

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા યાર્ડ)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની સમય મયર્દિા પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી દ્વારા આ બંને હોદાઓ ઉપરની ચૂંટણી તા.8 જુલાઇના રોજ યોજવાનો પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે હાપા યાર્ડના હોદેદારોની આ ચૂંટણી સંદર્ભે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની સમય મયર્દિા પૂર્ણ થતાં નવા હોદેદારોની વરણી કરવા માટે ગુજરાત ખેત ઉત્પન્ન બજારના નિયમો 1965ના નિયમ અન્વયે ચૂંટાયેલા અને નિયુકત સદસ્યોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં હાપા યાર્ડના બીજી ટર્મના હોદેદારો માટે ચૂંટણી અધિકારીએ પરીપત્ર જાહેર કર્યો છે.

ચૂંટણી અધિકારીના આ પરીપત્રમાં બીજી ટર્મના હોદેદારો માટે આગામી તા.8 જુલાઇ-2021 બપોરે 11:30 કલાકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના (હાપા યાર્ડ)ના કાયર્લિયમાં યોજવામાં આવશે જેના પગલે યાર્ડના રાજકારણમાં ગરમાવો આવવા પામ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ બંને નવા હોદેદારોની ચૂંટણી પ્રક્રિયામાં બિનહરીફ વરણી કરવામાં આવે તેવી સંભાવના સુત્રો દ્વારા દશર્વિવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS