હાપા-મુંબઇ સેન્ટ્રલ દુરંતો સ્પે. ટ્રેન 15 મે સુધી રદ્

  • April 28, 2021 01:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રેન નં.9232 આવતીકાલથી તથા ટ્રેન નં.9231 આજથી બંધ કરાઈ

કોરોના મહામારીના કારણે યાત્રિકોની સંખ્યા ઘટવાથી પશ્ર્ચિમ રેલવે દ્વારા હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો સ્પેશિયલ ટ્રેન 15 મી મે સુધી રદ્ કરવામાં આવી છે.
ટ્રેન નં.09232 હાપા-મુંબઈ દુરંતો સ્પેશિયલ ટ્રેન 28 મી એપ્રીલથી 15 મી મે સુધી રદ્ કરવામાં આવી છે. જ્યારે ટ્રેન નં.9231 મુંબઈ સેન્ટ્રલ હાપા દુરંતો સ્પેશિયલ તા.27મી એપ્રીલથી 14મી મે સુધી રદ્ કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે રેલવે દ્વારા યાત્રિકોની ઘટ થવા પામી છે, જેના અનુસંધાને રેલવે તંત્ર દ્વારા ઘણીબધી ટ્રેનો ચોક્કસ દિવસો પૂરતી રદ્ કરવામાં આવી છે. જેના ભાગપે સમગ્ર હાલાર, સૌરાષ્ટ્ર અને ગુજરાતને મુંબઈ સેન્ટ્રલ સુધી દોડતી અગત્યની ટ્રેન હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો સ્પેશિયલ હાપાથી મુંબઈ જતાં 15મી મે સુધી રદ્ કરાઈ છે. જ્યારે મુંબઈથી હાપા આવતાં આ ટ્રેન 14મી મે સુધી રદ્ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS