‘તાઉ તે’-‘યાસ’ વાવાઝોડા વચ્ચે પણ હાપા-જામનગર રેલ્વે સ્ટાફની અડીખમ સેવા

  • May 25, 2021 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના વિવિધ રાજ્યોમાં 43 ઓક્સિજન ટ્રેનો મોકલાઈ

દેશભરમાં કોરોના મહામારીને લીધે કોવીડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના પગલે જામનગર ખાવડી સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓક્સિજનની તાકીદે ઘટ પૂરી કરવાનું બીડું ઝડપ્યું હતું, જેને પશ્ર્ચિમ રેલવે રાજકોટ ડીવીઝનના (હાપા-જામનગર)ના સ્ટાફે બખૂબી ઉપાડી લીધું.

કોરોના મહામારી વચ્ચે પરિવારની ચિંતા, બબ્બે વાવાઝોડા વચ્ચે પણ રાજકોટ ડીવીઝનના હાપા-જામનગર રેલ્વે સ્ટાફે ઓક્સિજન સપ્લાયની અવિરત કામગીરી કાબીલેદાદ છે અને કોરોના વોરિયર્સથી જરાપણ ઓછી નથી.

તા.25 એપ્રિલએ પ્રથમ ટ્રેન હાપા-જામનગરથી કાલંમબોલી-નવી મુંબઈ ખાતે ઓક્સિજન એક્સપ્રેસ રવાના થઈ હતી, એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ રાજ્યમાં ફાટીને ધુમાડે ગયું હતું તે સમયથી આજે એક મહિનાથી પ્રશંશનીય સેવા અવિરત ચાલી રહી છે.

છેલ્લા એક મહીનામાં 43 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દેશના વિવિધ રાજ્યોના શહેરની કોવીડ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને 4281.72 ટન લીકવીડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું.

વિપરીત સંજોગોમાં પ્રશંશનીય સેવાકીય કામગીરીમાં જામનગર-હાપાના રેલ્વે સ્ટેશન મેનેજર અજય પાલધીકર, કર્મચારીઓમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિષ્ણકુમાર શમર્,િ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર કુમારી પૂજા ડાંગર, યાંત્રિક સિનિયર સેક્શન એન્જિનિયર આર. એસ.ચંદેલ તેમ જ હાપા-જામનગરના અન્ય કર્મચારીઓએ છેલ્લા એક મહિનામાં અવિરત,અડીખમ, પ્રશંશનીય સેવા કરીને જામનગર-હાપાનું નામ રોશન કર્યું છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS