ભક્તિમય વાતાવરણ વચ્ચે મંદિરોમાં ભક્તોની દર્શનાર્થે ભીડ ઉમટી: પૂજા, યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ, ભજનસંધ્યા સક્તિના કાર્યક્રમો યોજાયા
ધ્રોલ શહેર અને તાલુકામાં શ્રીરામનાં પરમભક્ત હનુમાનજીનાં જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીનાં મંદિરોમાં મહાપૂજા યજ્ઞ. મહાઆરતી મહાપ્રસાદ, ભજનસંધ્યા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો હનુમાનજીની ભક્તિમાં લીન થયા હતા
કલીયુગના જાગૃત દેવ. સંકટમોચક, અગિયારમા રુદ્ર એવા હનુમાનજીનાં જન્મોત્સવની ધ્રોલ શહેર અને તાલુકાના ગામોગામ શ્રધ્ધા અને ભક્તિના સમન્વય સાથે ધ્રોલ શહેરના સુપ્રસિધ્ધ મનોકામના સિધ્ધ હનુમાનજી મંદિર, કુલીયા હનુમાન, પંચમુખી હનુમાન તેમજ વિવિધ વિસ્તારોમાં આવેલ મંદિરોમાં તેમજ ધ્રોલ તાલુકામાં આવેલ ગોરડીયા હનુમાન. ભેરદડીયા હનુમાન વિગેરે તેમજ ગામડાઓ માં આવેલ હનુમાજીના મંદિરોમાં ભક્તોની દર્શનાર્થે ભીડ ઉમટી હતી. સમગ્ર વાતાવરણ હનુમાનજીમય બન્યું હતું. વિવિધ મંદિરોમાં મારુતિયજ્ઞ, હનુમાન ચાલીસા તેનજ સુંદરકાંડના પાઠ, હનુમાનજીનો અભિષેક, મહાપૂજા, મહાઆરતી, ભજન અને મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય બનેલું જોવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech