પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે ૧૩ થી ૧૫ જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ કાર્યક્રમનું આજરોજ સમાપન કરવામાં આવ્યું હતું. ‘ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ’ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ત્રિદિવસીય કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
આ તકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે ગામડું જીવંત થાય, અને સમાજ જીવનને પુનઃ ધબકતું કરવાનો પ્રયાસ એટલે આદર્શ તીર્થ ગ્રામ હણોલ. ત્રિદિવસીય કાર્યક્રમ સફળ બનાવવાનો શ્રેય બનાવવામાં આવેલ 21 અલગ અલગ કમિટીના સંકલ્પ અને પુરુષાર્થ નું પરિણામ છે. આ પ્રેમ અને સહકાર બદલ હું હંમેશા મારાં ગામ હણોલનો ઋણી રહીશ.
ઉલ્લેખનીય છે કે 33 નદીઓના જળ શાસ્ત્રોક્ત રીતે અહીંના અમૃત સરોવરમાં પધરાવાયા છે. જેથી લોકોએ હવે ધાર્મિક વિધિ કે અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ઋષિકેશ જવાની જરૂર નહીં રહે.
રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ઉપસ્થિત રહ્યા હતા. હણોલ ગામે સામાજિક સમરસતાને નવી દિશા આપવાના વિચારોનું વાવેતર કર્યું છે. ગ્રામ્ય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે એ અહી ચરિતાર્થ થાય છે. ગ્રામજનોએ દરેક કામને યજ્ઞની જેમ કર્યું છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને ગામલોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ, અમૃત સરોવરનું લોકાર્પણ, રમત-ગમત સંકુલ, લાઇબ્રેરી, ઓવરબ્રિજ, એનિમલ હોસ્ટેલ અને નવાં તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે અંતિમ દિવસે પ્રભાતફેરી, લોટી પધરામણી ગંગા, યમુના સહિત 33 નદીઓના જળ અવતરણની સાથે સાંસ્કૃતિક વિધિ તેમજ અસ્થિ વિસર્જનની આસ્થા માટેનું સ્થળ બની ગયું છે. આ સાથે કાર્યક્રમ સમાપન અને નવા કાર્યનો શિલાન્યાસના કાર્યક્રમો યોજાયા હતા. અંતિમ દિવસે વિવિધ કમિટીના સભ્યોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી એસ.પી.સિંધ બધેલ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, આગેવાનો રાકેશભાઈ બાંભજાય, વિશાલભાઈ ચોપડા, રઘુભાઈ હુંબલ, સુરેશભાઈ ભોજપરા, રમેશભાઈ મેંદપરા, ગીરીશભાઈ શાહ સહિતના બહોળી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech