ચોટીલા થાનગઢ તાલુકામાં પી.એમ.પોષણ યોજનાનું સંચાલન ખાનગી એસજીઓને સોંપવા માટે કાર્યવાહી શરૂ થતા તાલુકાના સંચાલકો, રસોયા, મદદનીશ બહેનોમાં ઉગ્ર વિરોધ સાથે ઘેરા પડઘા પડ્યા છે. જેનાં વિરોધમાં કર્મચારી સંઘની આગેવાનીમાં ચોટીલા ખાતે એમડીએમ કર્મચારીઓએ ડે. કલેકટર અને મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગર જિલ્લ ામાં સરકાર દ્વારા મધ્યાન ભોજન યોજનાનું સંચાલન ખાનગી એનજીઓને સોંપવાનો નિર્ણય કરવામાં આવેલ હોવાનું જણાવી નિર્ણયના વિરોધમાં ચોટીલા ખાતે બેઠક યોજવામાં આવેલ જેમા કર્મચારી સંઘનાં રાજ્યનાં મહામંત્રી લક્ષ્મણભાઇ ખટાણા, તાલુકા પ્રમુખો સાથે ચોટીલાનાં આગેવાન ધીરૂભાઈ વાલાણી, ભીખાભાઇ રબારી, મોતીભાઇ ભરવાડની ઉપસ્થિતિમાં ચોટીલા, થાનગઢ તાલુકામાં મ.ભો.યોજનામાં કામ કરતા ભાઇ બહેનો હાજર રહેલ હતા.
બેઠકમાં માનદવેતન થકી કામ કરનારાઓએ સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણયનો વિરોધ વ્યક્ત કરી પ્રાત અધિકારી અને મામલતદારને આવેદન આપેલ જેમા સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ દરેક વિદ્યાર્થીઓને તાજો રાંધેલો ખોરાક પુરો પાડવા માટે સુચન કરવામાં આવેલ છે.
ગુજરાત સરકારના વખતો વખતના ઠરાવ તથા પરિપત્રો મુજબ ઉનાળામાં વધુમાં વધુ 2 કલાક અને શિયાળામાં 3 કલાકથી વધુ વાસી રાંધેલા ખોરાક બાળકોને પીરસવો નહીં તેવી જોગવાઇઓ થયેલ છે તેમજ ચોમાસામાં અનેક ગામો સંપર્ક વિહોણા બનતા હોવાની સ્થિતિ નિમર્ણિ પામે છે તેમ છતા સેન્ટ્રલાઇઝ કિચનની વ્યવસ્થા કરવી જ્યાં અશક્ય છે. ત્યાં એઙ્ગજીઓને સોપવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
હાલ કામગીરી કરતા કર્મચારી ભાઇ બહેનો સરકાર તિજોરી ઉપર બોજો ઓછો કરી રાષ્ટ્ર સેવાનું કામ કરે છે. મ. ભો. યોજના 1984 થી અમલી કરણ કરવામાં આવેલ છે. જે પૈકી થાન-ચોટીલા-સાયલા 250 કેન્દ્રની આસપાસ શાળામાં મધ્યાહન ભોજન ના રસોડા કાર્યરત છે. જેમાં આજ દિન સુધી ક્યારેય ફુડ પોઇઝનીગનો બનાવ બનેલ નથી. જયારે ગુજરાત રાજ્યમાં જે પણ તાલુકામાં હાલમાં એઙ્ગજીઓ કાર્યરત છે. તેવા તાલુકામાં અવાર નવાર ફુડ પોઇઝનીંગ સેન્ટ્રલાઇઝ કિચનથી બનેલ રસોઇથી કોઇ બાળકોને કાંઇ થઇ જાય તો તે જવાબદારી કોની? તે પણ એક ગંભીર ચચર્નિો વિષય હોવાનું તેમજ ઓછા માનદ વેતનથી સંચાલકો તેમજ અનેક વિધવા, ત્યક્તા બહેનો કામ કરી રહ્યાં છે. એઙ્ગજીઓને સોપવાથી હજારો ભાઇ બહેનોની આજીવિકા છીનવવાનો ભય હોવાનું જણાવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લ ામાં આવેલ તમામ પ્રાથમિક શાળાઓમાં માનદ વેતન ધારકો દ્વારા કિચન સેડમાં બાળકોને રોજે રોજ રાંધેલો તાજો પૌષ્ટીક ખોરાક આપવામાં આવે છે. તેમજ ભૌતિક સુવિધાઓ ઉપ્લબ્ધ છે તેવી દરેક શાળામાં કિચન ગાર્ડન બનાવી શાકભાજી ઉગાડી રસોઇમાં તાજા શાકભાજીનો ઉપયોગ કરતા હોવાનું જણાવી આ પધ્ધતિ ચાલુ રાખી યોજનાનું ખાનગીકરણ ન કરવા સરકારને અઙ્કીલ કરેલ છે. વધુમાં પી.એમ. પોષણ યોજનાનું ખાનગી કરણ કરવામાં આવશે તો ના છુટકે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવું પડશે તેમજ જરૂર પડયે કોર્ટનો સહારો લેવો પડશે તેવી ચીમકી આપેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech