'IDFનો સામનો કરવાથી ડરી રહ્યા છે હમાસના આતંકી', ઇઝરાયેલના રાજદૂતે કહ્યું, અમારા બાળકોને મારવાનો કરાયો પ્રયાસ

  • October 18, 2023 10:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને હમાસની આકરી ટીકા કરી છે. રાજદૂતે કહ્યું કે ઈઝરાયલી નાગરિકોની કાયરતાપૂર્ણ હત્યા, દુર્વ્યવહાર અને અપહરણ બાદ હમાસના આતંકવાદીઓ હવે આઈડીએફ (ઇઝરાયલી સંરક્ષણ દળો)નો સામનો કરવાથી ડરી રહ્યા છે.


ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને બુધવારે કહ્યું હતું કે નિઃશસ્ત્ર ઇઝરાયલી નાગરિકોની કાયરતાપૂર્ણ હત્યા, દુર્વ્યવહાર અને અપહરણ પછી, હમાસના આતંકવાદીઓ હવે ઇઝરાયલી સંરક્ષણ દળો (આઇડીએફ) નો સામનો કરવાથી ડરે છે. સ્થિતિ એવી છે કે તેઓ અમને કાર્યવાહી કરવાથી રોકવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ બનાવી રહ્યા છે.


'અમારા બાળકોને મારવાનો કરાયો પ્રયાસ'

ગિલોને વધુમાં જણાવતા કહ્યુ કે, અલ અહલી હોસ્પિટલ પર પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદના રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેઓએ અમારા બાળકોને મારવાની કોશિશ કરી, પરંતુ રસ્તામાં પોતાના બાળકોને મારી નાખવામાં આવ્યા હતા. ગાઝામાં હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે મોટો દાવો કરતા કહ્યું હતું કે, ઈઝરાયેલી સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે, જેમાં 500 લોકોના મોત થયા છે. ત્યારે બીજી તરફ ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે આ બ્લાસ્ટ અમારા કારણે નહીં પરંતુ હમાસ દ્વારા છોડવામાં આવેલા રોકેટના કારણે થયો હતો. તેનું રોકેટ ખરાબ થઈ જવાથી તે રોકેટ ગાઝાની હોસ્પિટલ પર જ પડી ગયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application