ઈઝરાયેલના અનેક વિનાશક હત્પમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી છે. જોકે ઇઝરાયલે આ પ્રસ્તાવ પ્રત્યે ઉદાસીન વલણ દાખવ્યું છે. ઈઝરાયેલે રફાહ શહેર પર હત્પમલાનો પોતાનો પ્લાન યથાવત રાખ્યો છે. હમાસ દ્રારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે કતાર અને ઇજિને પણ આ નિર્ણય વિશે જાણ કરી છે, જેઓ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા હતા. જો કે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના બંધકોનું શું થશે તે અંગે કોઈ સ્પષ્ટ્ર માહિતી આપવામાં આવી નથી.
હમાસે તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં, યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની પુષ્ટ્રિ કરી છે. હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહનું કહેવું છે કે, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ અબ્દુલરહમાન અલ થાની અને ઈજિના મંત્રી અબ્બાસ કામેલ સાથેની ટેલિફોન વાતચીતમાં આ માહિતી આપવામાં આવી છે. હવે ઇઝરાયલે આ અંગે નિર્ણય લેવાનો છે
મધ્ય ગાઝામાં રાહતનું વાતાવરણ
હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારી લીધી હોવાની જાહેરાત કર્યા બાદ મધ્ય ગાઝામાં ખુશીનો માહોલ છે. ના અહેવાલ મુજબ, અલ અકસા હોસ્પિટલની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. બાળકો આનંદથી કૂદી રહ્યા છે. લોકો નાચી રહ્યા છે. જો કે તેઓ હજુ સુધી તેઓ જાણતા નથી કે આ યુદ્ધવિરામ તેમના માટે કેટલુ લાભદાયી છે, તેમ છતાં યુદ્ધવિરામની જાહેરાત ગાઝાના લોકોને રાહત તરીકે આવી છે"
ગાઝા સુધી નથી પહોંચી સહાય
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ગાઝા સુધી મદદ પહોંચી રહી ન હતી. વાસ્તવમાં, સોમવારે ઇઝરાયલે ગાઝા પહોંચવા માટે મદદ માટેના માર્ગ કેરેમ શાલોમને બધં કરી દીધો હતો. ઈઝરાયેલની દલીલ એવી હતી કે હમાસે એક દિવસ પહેલા જ અહીં રોકેટ છોડા હતા, જેમાં ૪ ઈઝરાયેલ સૈનિકો શહીદ થયા હતા. આ કારણોસર આ માર્ગ બધં કરવામાં આવ્યો હતો. જો કે, યારે સહાય ગાઝા સુધી પહોંચી શકી ન હતી, ત્યારે યુએસ પ્રમુખ જો બાઈડને, નેતન્યાહત્પ સાથે વાત કરી અને ખાતરી આપી કે ઇઝરાયેલ ટૂંક સમયમાં આ માર્ગ ખોલશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા: વિમાન-હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામ 67 લોકોના મોત, પ્લેનના ત્રણ ટુકડા થઈને નદીમાં પડ્યું
January 30, 2025 11:54 PMપ્રયાગરાજ: આજે 1.95 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં કર્યું સ્નાન
January 30, 2025 11:53 PMસંસદમાં ગૂંજશે મહાકુંભ ભાગદોડ મુદ્દોઃ વકફ સુધારા બિલ સહિત આ 16 બિલ રજૂ થઈ શકે છે બજેટ સત્રમાં
January 30, 2025 11:52 PMસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ભાજપના કેટલાક ઉમેદવારોને નામ જાહેર થાય તે પહેલા જ ફોર્મ ભરવા સૂચના
January 30, 2025 11:50 PMરાજ્ય સરકારનું ઓપરેશન ગંગાજળ યથાવત: ત્રણ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશ
January 30, 2025 11:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech