હળવદ તાલુકામાં ચૂંટણી પૂર્વે પોલીસ દ્રારા ચેકિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન દિઘડીયા ગામ નજીક હળવદ પોલીસે કાર્યવાહી કરતાં એક કારમાંથી વિદેશી દાનો મોટો જથ્થો ઝડપી પાડો હતો.
મળતી માહિતી મુજબ, હળવદ પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે મળેલી બાતમીના આધારે દિઘડીયા ગામ પાસે રોડ પર ચેકિંગ હાથ ધયુ હતું. ત્યારે એક સફેદ રંગની ઇક્કો સ્પોટર્સ કારને અટકાવી તપાસ કરતા તેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દાની કુલ ૨૮૮ બોટલો મળી આવી હતી. ઝડપાયેલા દાની કિંમત અંદાજે . ૨,૫૬,૮૦૦ ગણવામાં આવી છે, યારે કારની કિંમત . ૩,૦૦,૦૦૦ હોવાનું સામે આવ્યું છે. કુલ . ૫,૫૬,૮૦૦નો મુદામાલ પોલીસે કબ્જે કર્યેા છે. આ મામલે પોલીસે જયરાજ દિલુભાઈ ઉર્ફે દિલીપ બોરીચા (રહે. કલમાદ, તા. મૂળી, જી. સુરેન્દ્રનગર)ને ઝડપી પાડી તેમની સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્રારા આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
હળવદ પોલીસની આ કાર્યવાહીએ બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર કામગીરી માં હળવદ પીઆઈ આર.ટી.વ્યાસ, તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરીમાં રોકાયેલ હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application