હળવદ રાય સરકારના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સીઇઆઇઆર પોર્ટલના ઉપયોગથી હળવદ પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે. વિવિધ સ્થળોએ ખોવાયેલા કુલ ૧૯ મોબાઇલ ફોન, જેની કુલ અંદાજિત કિંમત રૂા. ૩,૮૦,૯૬૧ થાય છે, શોધી કાઢી તેમના અસલ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, રેન્જ આઈ.જી., ભુજ, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એ. સારડાના માર્ગદર્શન હેઠળ સીઇઆઇઆર પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ અને ટેકિનકલ વિશ્લેષણના આધારે મોબાઇલ ફોન ટ્રેસ કર્યા હતાં. પોલીસ ઇન્સ્પેકટર આર.ટી. વ્યાસના સુપરવિઝન હેઠળ કરવામાં આવેલી કામગીરીમાં વિવિધ કંપનીઓના કુલ ૧૯ મોબાઇલ ફોન રિકવર કરવામાં આવ્યા હતા. તમામ મોબાઇલ તેમના મુળ માલિકોને પરત આપવામાં આવતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.હળવદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે મોબાઇલ ફોન ખોવાઈ જાય અથવા ચોરી થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી સીઇઆઇઆર પોર્ટલ મારફતે ફરિયાદ નોંધાવે, જેથી ટેકનોલોજીની મદદથી મોબાઇલ શોધી કાઢવાની કાર્યવાહી ઝડપથી થઈ શકે