સાંઢિયા પૂલનુ અડધું કામ પૂર્ણ; પ્રોજેક્ટ રિવ્યુ કરતા કમિશનર

  • April 17, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શાખાધિકારીઓની રીવ્યુ મીટિંગમાં તાજેતરમાં સાંઢીયા પુલના પ્રોજેક્ટનો કમિશનરાએ રિવ્યુ કર્યો હતોબાને આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે ઝડપ વધારવા સંબંધિત અધિકારીને આદેશ કર્યો હતો.

વિશેષમાં મ્યુનિ.ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર હયાત સાંઢિયા પૂલને ડીસમેન્ટલ કરી નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે એજન્સી ચેતન કન્સ્ટ્રકશનને તા.૧૪-૩-૨૦૨૪થી સોંપવામાં આવેલ છે. આ કામગીરીની સમયમર્યાદા બે વર્ષ છે. આ કામે અંદાજિત એક વર્ષમાં ૪૫ ટકા ફીઝીકલ પ્રોગ્રેસ તથા ૩૬ ટકા ફાઇનાન્સિયલ પ્રોગ્રેસ થયેલ છે.જામનગર રોડ ખાતે બની રહેલ નવા ફ્લાયઓવર બ્રિજના કામમાં કુલ ૨૦ પૈકી ૧૮ ફૂટીંગનું આર.સી.સી. કામ, કુલ-૪૦ પૈકી ૩૦ પિયરનું આર.સી.સી. કામ, કુલ-૨૦ પૈકી ૧૨ પિયર કેપ તથા કુલ-૧૨૦ પૈકી ૧૦૧ ગડરનું આર.સી.સી.કામ પૂર્ણ થયેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શાખાધિકારીશ્રીઓની રીવ્યુ મીટિંગમાં આ કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application