કાલાવડના નિકાવામાં અડધો ઇંચ વરસાદ

  • July 01, 2021 11:47 AM 

ખરેડી અને મોટા વડાળામાં વરસાદના ભારે ઝાપટા : લોકોને ગરમીથી રાહત

મેઘરાજાએ હાલમાં વિરામ લીધો છે ત્યારે ગઇકાલે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે ખરેડી અને મોટા વડાળામાં વરસાદના ભારે ઝાપટા પડયા હતા.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ ગઇકાલે નિકાવામાં લોકો ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા અને ત્યારબાદ મેઘરાજા તુટી પડશે તેવું વાતાવરણ જોવા મળ્યુ હતું પરંતુ માત્ર અડધો ઇચ વરસાદ પડયો હતો, અત્યાર સુધીનો મોસમનો કુલ વરસાદ 110 મીમી થયો છે. જયારે મોટા વડાળામાં 5 મીમી વરસાદ પડયો હતો અને મોસમનો કુલ વરસાદ 74 મીમી થયો છે, ખરેડીમાં પણ 5 મીમી વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ 90 મીમી થયો છે, અત્યાર સુધીમાં કુલ વરસાદમાં વસઇ 126 મીમી, મોટા પાંપદેવડા 180, પીપરટોડા 135, પડાણા 160 અને ડબાસંગ 110 મીમી વરસાદ વરસ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS