ઉપલા કાંઠે મિલકત વેરાના બાકીદારોની અડધો ડઝન મિલકતો સીલ, બે નળ કટ

  • December 26, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાએ વર્ષેાથી મિલ્કતવેરો નહીં ભરતા ઉપલાકાંઠાના રીઢા બાકીદારોની છ મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થઇ હતી તથા ત્રણ મિલ્કતોને ટાંચ જી નોટીસ આપી હતી તથા બે નળ કનેકશન કપાત કરતા કુલ ા.૪૨.૮૨ લાખની રીકવરી થઇ હતી.
વધુમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૪માં મોરબી રોડ ઉપર આવેલ એક નળ કનેકશન કપાત કરતા રિકવરી .૧.૪૮ લાખનો ચેક આપેલ, કુવાડવા રોડ પર આવેલ ૧ યુનીટનાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૯૨ લાખનો ચેક આપેલ, વોર્ડ નં.૫માં કૂવાડવા રોડ ઉપર આવેલ પરમેશ્વર મોર્ટસનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૬૬,૦૦૦નો ચેક આપેલ, પેડક રોડ ઉપર આવેલ એક યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૪,૦૦૦, મનહર સોસાયટીમાં ૧ નળ કનેકશન કપાત કરતા રિકવરી .૯૯,૮૭૦, વોર્ડ નં.૧૫માં આજી વિસ્તારમાં ૧ યુનીટ ની નોટિસ સામે રિકવરી .૭૨,૩૨૯, કે.પી ઇન્ડ.એરિયામાં ૧ યુનીટને નોટિસ આપેલ, વોર્ડ નં.૧૬માં કોઠારીયા મેઈન રોડ પર આવેલ ૧–યુનીટ ની નોટિસ સામે રિકવરી .૯,૦૮૪, કોઠારીયા મેઈન રોડ પર આવેલ ૧ યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૧,૮૨૮ ચેક આપેલ, વોર્ડ નં.૧૮માં પ્રગતી સોસાયટીમાંમાં ૧ યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૦૪ લાખનો ચેક આપેલ, ઢેબર રોડ ઉપર આવેલ ૧ યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૦૯ લાખ થઇ હતી. ઉપરોકત કાર્યવાહી ડેપ્યુટી કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના સ્ટાફ દ્રારા કરાઇ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application