હાલારનું તાપમાન 4 ડીગ્રી વધી 36 ડીગ્રીએ પહોંચ્યું

  • July 14, 2021 11:36 AM 

દેવભુમી દ્વારકા જીલ્લામાં મેઘરાજાએ પધરામણી કરતા ઠંડક વળી: જામનગરમાં અસહય ગરમી

જામનગર સહિત સમગ્ર હાલારમાં એક જ દિવસમાં ફરીથી મહત્તમ તાપમાનમાં ફરીથી 4 ડીગ્રીનો વધારો થયો છે, જામનગરમાં અસહ્ય ગરમી પડી હતી, મેઘરાજાએ માત્ર છાંટણા કરતા ગરમીમાં વધારો થયો હતો, આગામી 3  દિવસ સુધી જામનગર જીલ્લામાં મેઘરાજા ત્રાટકશે તેવી હવામાન ખાતાની આગાહીથી લોકોમાં નવી આશા બંધાઇ છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 36 ડીગ્રી, લઘુતમ તાપમાન 27 ડીગ્રી, હવામાં ભેજ 91 ટકા, પવનની ગતી 10 થી 15 કીમી રહી હતી.

જામનગર સહિત અનેક ગામડાઓમાં ગઇકાલે લોકોએ અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો, ખાસ કરીને હવામાં ભેજ 91 ટકા થઇ જતા લોકો ગરમીથી ત્રાહીમામ થઇ ગયા હતા, ગઇકાલ બપોર બાદ અને કેટલાક વિસ્તારોમાં તો મોડી રાત્રે થોડા છાંટા પડયા અને પીજીવીસીએલ દ્વારા કોણ જાણે કેમ લાઇટ ગુલ કરી દેવામાં આવી હતી, પીજીવીસીએલ દ્વારા જાન્યુઆરીથી જામનગરમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવી હતી.

અરબી સમુદ્રમાં સાયકલોનીક સિસ્ટમમાં ફેરફાર થયો છે જેને કારણે વરસાદની સિસ્ટમ શ થઇ છે, આગામી દિવસોમાં મેઘરાજા પધરામણી કરશે તેવી પણ શકયતા છે, પરંતુ જામનગર શહેર કો ધાકોડ રહેતા ગરમીનો અહેસાસ લોકોએ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS