સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને વધુ સુરક્ષા પ્રદાન કરવાના હેતુ સાથે પોરબંદર, મુંદ્રામાં પણ કોસ્ટગાર્ડની જેટી બનાવવાની રાજ્ય સરકારની મહત્વની યોજના
ગુજરાતનો 1600 કી.મી.નો દરિયાકાંઠો અતિ સંવેદનશીલ છે, ભૂતકાળમાં દરિયાકાંઠાનો દુરપયોગ થયાના અનેક દાખલા છે, દેશના દુશ્મનોએ ગુજરાતના દરિયાઇ માર્ર્ગે ઘુસીને આતંકના ખેલ કયર્નિા દાખલા મોજુદ છે, મુંબઇ પરના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના કસાબ સહિતના તમામ 10 આતંકવાદીઓ ગુજરાતના દરિયાકાંઠે ઘૂસ્યા હતા, એવું પણ ભુતકાળમાં બની ચૂક્યું છે, ત્યારે હાલારના સમુદ્ર સહિત સૌરાષ્ટ્રના આખેઆખા દરિયાકાંઠાને વધુને વધુ લોખંડી સુરક્ષા આપવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા કોસ્ટગાર્ડની જેટીઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં ઓખાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા દરિયાઇ સુરક્ષા માટે રાજ્યના ત્રણ બંદરો પર કોસ્ટગાર્ડ જેટી બનાવવામાં આવનાર છે, જેમાં ઓખા, પોરબંદર અને મુંદ્રાનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે દરિયાઇ સુરક્ષા માટે રાજ્યના પોરબંદર, ઓખા અને મુંદ્રામાં કોસ્ટગાર્ડની જેટી બનાવવાની પ્રક્રિયા શ કરવામાં આવી છે. આ કામગીરી માટે 431 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ સ્થળો પૈકી પોરબંદરમાં કામ શ થયું છે અને બાકીની બે જેટી માટે એજન્સી નક્કી કરવામાં આવી છે.
વિધાનસભામાં વિભાગની માપણી અંગે બંદર વિભાગના મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના નોન મેજર પોર્ટ પરથી 2022-23 માં 13800 જહાજોની અવર-જવર થઇ છે. આ પોર્ટ દ્વારા 416.36 મિલિયન મેટ્રીક ટન માલનું 10પ દેશોમાં ટ્રાન્સપોર્ટેશન થયું છે જેની આવક ર488 કરોડ થવા જાય છે.
ગીર સોમનાથના છારામાં 4293 કરોડના ખાનગી મુડીરોકાણની એલએનજી ટર્મિનલ આ વર્ષે કાર્યરત થશે. આ ઉપરાંત ભાવનગર પોર્ટના ઉત્તર ભાગમાં બ્રાઉન ફિલ્ડ પોર્ટ વિકસાવવા 40ર4 કરોડના રોકાણ અંગે કનેકશન એગ્રીમેન્ટ થયા છે જ્યારે દહેજમાં પેટ્રોલનેટ એલએનજી દ્વારા 1700 કરોડના ખર્ચે ત્રીજી જેટી વિકસાવવા મંજુરી આપવામાં આવી છે.
ગુજરાતનો દરિયા કિનારો અન્ય રાજ્યોની સરખામણીમાં ખુબ જ સમૃઘ્ધ છે, 1600 કી.મી. ધરાવતો લાંબો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે, ભારતના કુલ દરિયા કિનારાના ર8 જેટલો ભાગ ગુજરાત પાસે છે, તેમજ ગુજરાતનો દરિયા કિનારો ખાચાખૂંચી વાળો અને કિનારાનો મોટો ભાગ પથ્થરથી બનેલો અને ઉંડાઇ ધરાવતો હોવાથી બંદરોનો વિકાસ ખૂબ સારા પ્રમાણમાં થયો છે, સાથોસાથ બંદરોના વિકાસની સાથે સુરક્ષા પણ ખૂબ જ જરી હોય, રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા બાબતે રાજ્યના ત્રણ બંદરો પર કોસ્ટગાર્ડની જેટી બનાવવામાં આવનાર છે.
મત્સ્યોદ્યોગ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 2.18 લાખ, સક્રિય માછીમારો પાસે 36593 બોટ છે. રાજ્યમાં હાલ 8.97 લાખ મેટ્રીક ટન મત્સ્ય ઉત્પાદન પૈકી 2.84 લાખ મેટ્રીક ટન એકસપોર્ટ થાય છે અને તેના દ્વારા 5865 કરોડનું વિદેશી હુંડીયામણ પ્રાપ્ત થાય છે. રાજ્ય સરકાર માછીમારો માટે માઢવાડ, સૂત્રાપાડા, વેરાવળ અને નવા બંદર 970 કરોડના ખર્ચે મળેલ પોર્ટનો વિકાસ કરી રહી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબીના સિરામીક ઉદ્યોગમાં 1ર લાખ ક્ધટેનરનું ઉત્પાદન સાથે ચાર લાખ ક્ધટેનરની નિકાસ કરવામાં આવે છે જેને રોડ માર્ગે મુંદ્રા અને કંડલા મોકલવામાં આવે છે, પરંતુ સરકારે નવલખી પોર્ટથી વિકાસ થાય છે તે માટે 206 કરોડના ખર્ચે નવી જેટી બનાવવામાં આવી રહી છે. જેના કારણે કાર્ગોની ટ્રાન્સપોર્ટ ક્ષમતા આઠ મિલિયન મેટ્રીક ટનથી વધીને 20 મિલિયન મેટ્રીક ટન થઇ.
આ ઉપરાંત રાજ્યના દરિયાકાંઠે છ પોર્ટ સિટી અને ર0 ગ્રીનફિટર પોર્ટ વિકસાવવાનું આયોજન છે. રાજ્ય સરકારે ગિફટ સિટીમાં ગુજરાત ઇન્ટરનેશનલ મેરીટાઇમ અધિવેશન સેન્ટરની સ્થાપના કરી છે, જે ભારતમાં સ્થાપિત 3પ સેન્ટરો પૈકી દરિયાઇ વેપાર ક્ષેત્રનું પ્રથમ સેન્ટર બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech